Mysamachar.in-જામનગર:
જામનગર રાજકોટ હાઈવે પર મોટી બાણુંગાર ગામ નજીક ભીમાણી સિમેન્ટ બ્લોકના કારખાનાના ખુલ્લા પટમાં રાકેશભાઇ કાંતીલાલ લોહ નામાનો યુવક કારખાનાની સામેના ભાગે ખુલા પટમા ખાટલો નાખી ચાદર ઓઢી સુઇ ગયેલ હતા દરમ્યાન મોડી રાત્રી કોઇ ત્રણ જેટલા અજાણ્યા ઇસમોએ લુંટ કરવાના ઇરાદાથી કારખાનાના પટમા પ્રવેશ કરી ફરીને મોઢાના ભાગે ચાદર દબાવી તથા ખંભાના ભાગે દબાવી પકડી રાખી રાકેશે એક ઇશમના હાથમાથી છુટી ભાગવા લાગતા બન્ને ઇશમોએ ખેતરમા પછાડી દઇ ફરિયાદી રાકેશના ખીસ્સામા રહેલ રોકડા રૂપીયા 39000 ની લુંટ કરી ત્રણેય ઈસમો નાશી છૂટ્યા સબબની ફરિયાદ પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાતા પીએસઆઈ જે.પી.સોઢા વધુ તપાસ ચલાવે છે.