યુવક હતો નશામાં ધૂત... પોલીસને કહ્યું તમને બટકું ભરીશ તો મરી જશો

પો,સ્ટેમા પણ મચાવ્યો હંગામો

યુવક હતો નશામાં ધૂત... પોલીસને કહ્યું તમને બટકું ભરીશ તો મરી જશો
પ્રતિકાત્મક તસ્વીર

mysamachar.in-સુરત:

સુરત શહેરમાં મોડી રાત્રે બે વાગે દારૂ પીને મોપેડ ચલાવતા એક યુવકને પોલીસ એ આંતરીને કાયદેસરની કાર્યવાહી કરવાની કોશિશ કરી ત્યારે યુવકે કહ્યું કે તમે મારૂં કાંઈ બગાડી શકશો નહીં મને એઇડ્સ છે.હું તમને પણ કરડી લઇશ તેમ કહીને હંગામો કરતાં પોલીસ પણ ગભરાઈ ગઈ પરંતુ પોલીસને એમ લાગ્યું કે બાઇકવાળો ગેરમાર્ગે દોરે છે એટલે તેને જબરજસ્તી પકડી લઈને પોલીસ સ્ટેશન લઈ ગયા તો ત્યાં પણ તેને તોફાન મચાવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટરના કેબિનના દરવાજાને માથું ભટકાવીને કાચ ફોડી નાંખ્યો હતો,

પોલીસે યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરીને બળ વાપરીને તેને એક રૂમમાં બંધ કરી દીધો. તપાસ કરીઅને બાદમાં ઊંડાણપૂર્વકની તપાસ કરતાં માલૂમ પડ્યું કે યુવકને  તો ખરેખર  એઇડ્સ ની બીમારી છે અને પોલીસ પણ થોડીવાર અચંબામાં પડી ગઈ,

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે રાત્રે બે વાગે સૈયદપુરા પંપિંગ પાસે વાહન ચેકિંગમાં હતા ત્યારે બાઇક પર એક યુવક આવ્યો. તે દારૂ પીધેલો હોય એવું એમ લાગતાં તેનું મોઢું સુંઘતા તે નશો કરેલો હોવાનું જણાઇ આવ્યું હતું,

તેને પોલીસ સ્ટેશન લઈ જતા હતા ત્યારે તેને રસ્તા પર બરાડા પાડીને કહ્યું કે- તમે મારું કાંઈ બગાડી શકતા નથી મને એઇડ્સ છે. હું તમને બટકું ભરીશ તો તમને  પણ એઇડ્સ થઈ જશે આવું ઉચ્ચારણ યુવક દ્વારા કરવામાં આવતા પહેલા તો પોલીસ પણ ગભરાઈ હતી. ત્યાર બાદ વધુ પોલીસ કર્મચારીઓને બોલાવીને યુવકને જબરજસ્તી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો ત્યાં પણ યુવકે બહું તોફાન કર્યું હતું. પી.આઈ.ની કેબિનમાં પણ તોફાન કર્યું હતું. દરવાજાને માથું અથડાવીને  કાચ ફોડી નાખ્યો હતો. તેના વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. તપાસ કરી તો તેને એઇડ્સ હોવાનું સ્પષ્ટ થયું હતું. 
 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.