Mysamachar.in-જામનગર
રાજકોટમાં વસવાટ કરતો કેતન કક્કડ નામનો યુવક જામનગરમાં વસવાટ કરતી તેની ગર્લફ્રેન્ડને મળવા માટે આવ્યો હતો, પણ તેને ક્યાં ખબર કે તેને મળવાના બદલામાં ધોકા ખાવાનો વારો આવશે..? રાજકોટથી આવેલ આ યુવક જામનગર શહેરના મેહુલ સિનેમા પાછળ મયુરપાર્ક વિસ્તારમાં રહેતી તેની ગર્લફ્રેન્ડને મળવા માટે આવ્યો હતો, અને ગર્લફ્રેન્ડના માતાપિતા પણ ઘરે નહોતા પરંતુ યુવક મળવા પહોચ્યો અને ઘરમાં હતો તે દરમિયાન યુવતીના માતા પિતા અચાનક આવી જતા બન્નેએ પોતાની પુત્રીને મળવા આવેલ યુવકને ગેસની નળી અને કપડા ધોવાના ધોકાથી ધોઈ નાખ્યાની ફરિયાદ યુવકે પોતે સીટી સી ડીવીઝનમાં ગર્લફ્રેન્ડના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.