એ યુવકને ફેસબુક પર યુવતી સાથે મિત્રતા કેળવવી પડી ભારે...

મામલો પહોચ્યો પોલીસ સુધી કારણ કે...

એ યુવકને ફેસબુક પર યુવતી સાથે મિત્રતા કેળવવી પડી ભારે...

Mysamachar.in-સાબરકાંઠા
હાલમા સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ થકી યુવકો અને યુવતીઓ એકબીજાના સંપર્કમાં આવતા હોય છે, અને મિત્રતા પણ અમુક કિસ્સાઓમાં કેળવાતી હોય છે, પણ આવા કિસ્સાઓમાં કેટલાક કિસ્સાઓ એવા પણ હોય છે કે જે ચેતવણીરૂપ પણ હોય છે, આવો એક કિસ્સો સામે આવ્યો છે સાબરકાંઠામાં...જ્યાં એક યુવકનો સંપર્ક એક યુવતી સાથે ફેસબુકના માધ્યમથી થયા બાદ બન્ને વચ્ચે મિત્રતા બંધાઈ હતી, જે બાદ બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પાંચ લાખ ની માંગણી કરવામાં આવતા યુવક પણ સ્તબ્ધ થઇ જવા પામ્યો હતો અને જો તે પૈસાના આપે તો યુવતી અને તેના સાગરીતોએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જે બાદ ટોળકીને માંગને તાબે થયા વિના યુવકે હિમતનગર પોલીસમાં એક યુવતી સહીત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વિશેષ તપાસ શરુ કરી છે.