ધરાર પ્રેમીની કરતુત, પહેલા મારી યુવતીને છરી અને પછી...

જાણો કયાની છે ઘટના

ધરાર પ્રેમીની કરતુત, પહેલા મારી યુવતીને છરી અને પછી...

Mysamachar.in-રાજકોટ:

પ્રેમ આંધળો હોય છે તે વાત સાચી પણ એક તરફી પ્રેમ હોય તો..? આવા કિસ્સાઓમાં અણધાર્યા પરિણામો અવારનવાર આવતા હોય છે, યુવતીએ લગ્ન માટેની ના કહી દેતા ધરાર પ્રેમી ગુસ્સે ભરાયો હતો અને યુવતી પર છરીથી હુમલો કરતા પણ અચકાયો નહોતો, આ ઘટના રાજકોટના લોધીકા જીઆઈડીસી વિસ્તારમાં બની છે, યુવતી પર હુમલો કર્યા બાદ પોતે પણ ગળા પર છરી મારી હતી.હાલ બન્ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે તે મુજબ લોધીકા જીઆઈડીસી ખાતે વિક્રમ પાંડેસર નામના યુવકે એક યુવતી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. યુવતીએ લગ્નનો પ્રસ્તાવ ફગાવી દેતા ગુસ્સે ભરાયેલા વિક્રમે યુવતીના ગળાના ભાગે છરી મારી દીધી હતી. જે બાદમાં પોતે પોતાના જ ગળા પર છરી મારી હતી. વિક્રમે તેને 'તારા વગર મારી જિંદગી અધૂરી' હોવાનું જણાવીને તેના પર હુમલો કરી દીધો હતો. હાલ યુવક અને યુવતી બંનેને ગંભીર ઈજાઓ થતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.