Mysamachar.in-મહેસાણા:રાજકોટ:
આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ કેવી અને કેટલી તે બધા જાણે છે, વારંવાર બુટલેગરો નીતનવા નુશ્ખાઓ અપનાવીને દારુ જ્યાં સુધી પહોચાડવો હોય ત્યાં સુધી પહોચાડવામાં સફળ થાય છે તો ક્યારેક નિષ્ફળ પણ થાય છે, પણ જયારે આવા બુટલેગરો નિષ્ફળ જાય અને પોલીસને હાથ ઝલાઈ જાય ત્યારે તેની દારૂ છુપાવવાની નવી નવી તરકીબો સામે આવતી હોય છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં બે અલગ અલગ જિલ્લાઓમાં થી પોલીસે દારૂના જથ્થા ઝડપી પાડ્યા છે, તેની તરકીબ પણ આશ્ચર્ય પમાડે તેવી છે.
પહેલા દરોડાની વાત કરવામાં આવે તો મહેસાણાના ઊંઝા સર્કલ નજીકથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું છે. તેની સાથે બે વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે. દૂધના ટેન્કરમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. મહેસાણા LCBએ બાતમી આધારે આ દૂધના ટેન્કરને ઝડપી પાડ્યું છે. 8 લાખથી વધુનો દારૂ અને 10 લાખનું ટેન્કર અને બે મોબાઈલ ફોન મળી કુલ 18 વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. દારૂના જથ્થા સાથે બે આરોપીઓની પણ અટકાયત કરવામાં આવી છે.
જયારે બીજા દરોડાની વાત કરવામાં આવે તો દારૂની હેરાફેરીનો ગજબ કહી શકાય તેવો કીમિયો સામે આવ્યો છે, જેમાં કારમાં રહેલા ગેસના બાટલામાં અલગ-અલગ ખાના બનાવીને તેમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. આ મામલે પોલીસે એક વેપારીની દારૂના જથ્થા સાથે ધરપકડ કરી છે. રાજકોટ એલસીબી પોલીસે વીરપુર સિવિલ હૉસ્પિટલ પાછળથી હોન્ડા સીટી કારમાં સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કારની ડેકીમાં રહેલી ગેસની ટાંકીમાં અલગ-અલગ ખાના બનાવી તેમાં દારૂની બોટલો સંતાડી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી કારના ચાલકે કારની પાછળ આવેલી ગેસ કીટની ખાના બનાવી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો. પોલીસે હોન્ડા સીટી કાર સાથે દારૂની હેરાફેરી કરતા જામજોધપુર તાલુકાના નંદાણા ગામના અને હાલ વીરપુર રહેતા ધર્મેશ ઉર્ફે ધમાને ઝપડી પાડ્યો છે. પોલીસે કારમાં ચોરખાના બનાવી તેમાં સંતાડેલો 40 બોટલ દારૂ પણ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.