ગેસ બોટલનું આ કૌભાંડ વાંચી તમને પણ આશ્ચર્ય થશે.. 

પોલીસે 3 શખ્સોને 250 ગેસ સીલીન્ડર સાથે ઝડપી પાડ્યા છે

ગેસ બોટલનું આ કૌભાંડ વાંચી તમને પણ આશ્ચર્ય થશે.. 

Mysamachar.in-અમદાવાદ:

રાજ્યના અમદાવાદ શહેરમાં ગેસ વેચાણ અને ગેસ રિફલીંગના ગેરકાયદે કૌભાંડને પોલીસે ઝડપી પાડ્યું છે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એલપીજી ગેસ સિલિન્ડરનું કટીંગ મોટા પાયે ચાલતું હોવાની બાતમી આધારે ત્રણ શખ્સોને ઇસનપુર પોલીસે ઝડપ્યા છે. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ છેલ્લા કેટલાય સમયથી ગેસ એજન્સીની આડમાં સિલિન્ડર રીફિલિંગ કરી જરૂરિયાતમંદોને ઉંચા ભાવે વેચતા હોવાનું પણ સામે આવ્યું છે.

અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી ચંડોળા તળાવ પાસે કોમર્શિયલ ગેસ સીલીન્ડર અને ઘરેલું ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે વેચવાનું કૌભાંડ ચાલતું હતું. જે અંગે ઇસનપુર પોલીસને ચોક્કસ હકીકત મળતા રેડ કરી 248 ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. 3 ઇસમોને ઝડપી પાડ્યા છે,.ઝડપાયેલા શખ્સો પૈકી રાજુ શ્રીવાસ મૂળ વટવા વિસ્તારનો રહેવાસી છે. અને ગેસ એજન્સીના લાયસન્સની આડમાં કોમર્શિયલ અને ઘરેલું ગેસ સિલેન્ડરમાંથી ગેસ ચોરી કરી અન્ય સિલિન્ડરોમાં ટ્રાન્સફર કરી લાખો રૂપિયા કમાતો હતો. જોકે અન્ય બે આરોપી સતેન્દ્ર સિંહ શ્રીવાસ અને અજય યાદવ તેના જ પરિચિત મિત્રો હતા. જેઓ આ ગેસ સિલિન્ડરોને ખાલી કરી વેચવામાં મદદ કરતા હતા. હાલ તો પોલીસે 248 ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. જે કબ્જે કરાયેલ સિલિન્ડરની અંદાજિત કિંમત 5 લાખથી વધુની માનવામાં આવી રહી છે.