દ્વારકાની RSPL કંપનીમાં કામદારનું નીપજ્યું મોત...

થોડા સમય પૂર્વે લાગી હતી ભીષણ આગ

દ્વારકાની RSPL કંપનીમાં કામદારનું નીપજ્યું મોત...

mysamachar.in-દેવભૂમિદ્વારકા:
દ્વારકા જીલ્લાના દ્વારકા તાલુકાના કુરંગા ગામ નજીક આવેલ RSPL કંપનીમાં મજૂરનું મોત થતા ચકચાર મચી જવા પામી છે, RSPL કંપનીમાં પ્રસાદડોલ ગોવિંદદાસ નામનો બિહારી મજુર પોતાનું કામ કરી રહ્યો હતો ત્યારે હાઈડ્રોલિક મશીન ખરાબ થઇ જતા મશીનનું બકેટ પ્રસાદડોલ પર પડતા તેને ગુપ્તભાગે ગંભીરઈજાઓ પહોચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,અને સારવાર દરમિયાન તેનું મોત નિપજતા દ્વારકા પોલીસે અકસ્માતે મોતની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે,

અત્રે એ બાબત પણ ઉલ્લેખનીય છે કે આ કંપનીમાં જ થોડાસમય પૂર્વે એકાએક ભીષણ આગ લાગતા કર્મચારીઓ ના આસપાસના સ્થાનિકો ના જીવ તાળવે ચોંટી ગયા હતા,અને કલાકોની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી.