દ્વારકામાં મહિલા સંચાલિત, મહિલાઓ માટેનો જુગાર અખાડો ઝડપાયો

આઠ મહિલાઓ પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે

દ્વારકામાં મહિલા સંચાલિત, મહિલાઓ માટેનો જુગાર અખાડો ઝડપાયો
symbolic image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકામાં સ્થાનિક પોલીસે ગત સાંજે એક મહિલાના રહેણાક મકાનમાં દરોડો પાડી આ સ્થળે તેણી દ્વારા અન્ય જુગારી મહિલાઓને સુખ સુવિધા પૂરી પાડીને રમાતા જુગારના અખાડામાં કુલ આઠ મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. આ અંગેની વિગત મુજબ દ્વારકાના ગરબી ચોક વિસ્તારમાં બીરલા પ્લોટ ખાતે રહેતા કિરણબેન વિજયભાઈ રાજાણી નામના 50 વર્ષીય મહિલા દ્વારા તેમના પુત્રી અંકિતાબેનને સાથે રાખીને પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે બહારથી મહિલાઓ બોલાવી અને ચલાવતા જુગારના અખાડા પર ચોક્ક્સ બાતમીના આધારે ગઈકાલે મંગળવારે સાંજે સ્થાનિક પોલીસ ત્રાટકી હતી.

આ સ્થળે ગંજીપત્તા વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા મીનાબેન રમેશભાઈ પાઢ, રમાબેન ભીખુભાઈ ગોસાઈ, મૈયાબેન હરીશભાઈ ભાયાણી, અનસોયાબેન અનિરૂધ્ધભાઈ વાયડા, પ્રજ્ઞાબેન લક્ષ્મીકાંત પંડ્યા અને કંચનબેન નારણભાઈ મકવાણા નામના કુલ આઠ મહિલાઓની અટક કરવામાં આવી હતી. આ સ્થળેથી પોલીસે રોકડ રકમ સહિત કુલ રૂપિયા 38,700 નો મુદ્દામાલ કબજે કરી અને જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.