જામનગર એ મહિલાને તેના પતિએ જ ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી 

પોલિસને શરૂથી જ બનાવ શંકાસ્પદ લાગ્યો હતો 

જામનગર એ મહિલાને તેના પતિએ જ ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી 
symbolic image

Mysamachar.in:જામનગર

બે દિવસ પૂર્વે જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રામાપીરના મંદિર પાસે રહેતી એક પરિણીતાનું નિંદ્રાધીન અવસ્થામાં મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. રાતે જમીને પતિ સાથે સુઈ ગયા બાદ તેણીની સવારે નહી ઉઠતા પ્રથમથી જ શંકામાં રહેલા પતીની કડક પુછપરછ કરતા તે ભાંગી પડયો હતો અને લગ્ન બાદ તેને કામ માટે જામનગર પરીવારને છોડીને આવવું પડયું હતું, તે તેમજ ધંધો ચાલતો ન હતો તે માટે પત્નીને જવાબદાર માની તેનું ગળાટુપો આપીને હત્યા કર્યાનું ખુલતા પોલીસે તેની ધરપકડ કરી છે.પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ શહેરના ધરારનગર 2 વિસ્તારમાં રામાપીરના મંદીર પાસે હાજી સાહેબના મકાનમાં રહેતી સહીમુનનીશા અબ્દુલવાહીદ અબ્દુલ્ખાલીદ ખાન  નામની પરિણીતા શુક્રવારે રાત્રે જમીને તેમના પતિ સાથે સુઈ ગઈ હતી. ત્યારબાદ સવારના તેમના પતિએ ઉઠાડતા ઉઠેલ નહીં અને બેભાન હાલતમા જણાતા સારવાર માટે જામનગર જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી.

આ મામલો પોલીસને પ્રથમથી શંકાસ્પદ લાગતા પોસ્ટમોર્ટમ કરાવતા શંકાસ્પદ ગણાતા બનાવને પોસ્ટમોર્ટમમાં મોત ગુગળામણથી થયું હોવાનું પ્રાથમિક પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં બહાર આવ્યું હતું, જે બાદ પોલીસે તેણીના  પતિની આગવી ઢબે પુછપરછ કરતા પતિ અબ્દુલવાહીદ અબ્દુલખાલીદખાનએ પોલિસ સમક્ષ કબુલાત આપી હતી કે, સહીમુનનીશા સાથે ગત તા. 1-8-2021ના લગ્ન કર્યા બાદ બન્ને પતી-પત્ની જામનગર આવી ગયા હતાં, જે અબ્દુલવાહીદને પરીવારથી છુટો પડવાનું લાગી આવ્યું હતું, દરમિયાન કામ પણ સરખું ચાલતું ન હોય જે માટે તેની પત્ની સહીમુનનીશાને જવાબદાર માની રાત્રીના સમયે સુતી હોય ત્યારે દુપટા વડે ગળાટુંપો આપી તેની હત્યા કરી નાખી હતી. તેની કબુલાત પરથી પોલીસે આ મામલે આરોપી પતિ વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે.