શિક્ષિકા પત્નીની પતિએ જાહેરમાં જ માથા પછાડી અને છરી મારી મોતને ઘાટ ઉતારી

કારણ શું તે જાણવા પોલીસે તપાસ શરુ કરી

શિક્ષિકા પત્નીની પતિએ જાહેરમાં જ માથા પછાડી અને છરી મારી મોતને ઘાટ ઉતારી

Mysamachar.in-જામનગર

જામનગર જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં હત્યાની બે ઘટનાઓ જામનગર જીલ્લામાં સામે આવી છે, તેમાં આજે સવારે સનસનાટી મચાવી દે તેવી ઘટના જામનગરમાં મહાપ્રભુજીની બેઠક નજીક સામે આવી છે, આજે સવારે શાળાએ જતી શિક્ષિકા પત્નીને અન્ય કોઈ નહિ પણ તેના પતિએ જ રસ્તામાં રોકી અને માથા પછાડી અને છરી વડે હુમલો કરી હત્યા નીપજાવી હોવાની ઘટનાથી ઘટના સામે આવી છે,

શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતી નીતાબેન પ્રફુલભાઈ ડાભી નામના મહિલા આજે સવારે પોતાની નાના થાવરિયા ગામે આવેલ શાળાએ નોકરી પર જતી હતી ત્યારે તેના પતિએ તેણીને આંતરી લીધી હતી. અને ઉશ્કેરાયેલ પતિ પ્રફુલ્લે નીતાબેનનું માથું પછાડી અને છરી વડે હુમલો કરી તેણીને મોતને ઘાટ ઉતારી દીધી હતી ઘટનાની જાણ થતા જ સીટી એ ડીવીજન પોલીસ દફતરનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો. તેણીએ પતિએ જ તેણીની હત્યા નીપજાવી હોવાનું સામે આવતા એ ડીવીઝન પી.આઈ.એમ.જે.જલુ સહિતનો સ્ટાફ પણ સ્થળ પર તપાસ અર્થે દોડી ગયો હતો, હવે પતિએ જ શિક્ષિકા પત્નીની હત્યા કરવા પાછળનું કારણ શું તે જાણવા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.