જો થઇને..પોલીયોના ટીપા પીવડાવવા ગયેલ આરોગ્યના સ્ટાફ સાથે મહિલાએ કર્યું આવું...

સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ 

જો થઇને..પોલીયોના ટીપા પીવડાવવા ગયેલ આરોગ્યના સ્ટાફ સાથે મહિલાએ કર્યું આવું...
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

ગત રવિવારના રોજ પોલીયો રવિવાર હોય અને તે દિવસ નાના બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા માટે આરોગ્યકર્મીઓ ઠેર ઠેર ફર્યા અને કેટલીક જગ્યાએ કેમ્પ લગાવી અને બાળકો પોલીયોનો શિકારના બને તે માટે પોલીયોના ટીપા પીવડાવ્યા...એવામાં જામનગર શહેરમાં જોવા જેવી ત્યારે થઇ જયારે ઢીચડા રોડ પર આવેલ યોગેશ્વરધામમાં મનીષાબેન પાલાભાઈ ઓડીચના ઘરે પણ નેશનલ હેલ્થ ઇમ્યુનાઈજેશન પોલીયો ત્રીજા દિવસના હાઉસ ટુ હાઉસ કામગીરી અન્વયે સુપરવાઈઝર તરીકે આરોગ્યવિભાગના દીક્ષીતાબેન કટારીયા સહિતની ટીમ પહોચી ત્યારે યોગેશ્વરધામ વિસ્તારમા મનીષાબેનના ઘરે પહોચ્યા ત્યારે પોલીયોના ટીપા પીવડાવવા માટે હતા ત્યારે મનીષાબેને બાળકને પોલીયોના ટીપા નહી પીવડાવવા બાબતે ફરીયાદી સુપરવાઈઝર દીક્ષીતાબેન અને આરોગ્યના સ્ટાફને ગાળો આપી મુંઢ માર માર્યા બાદ સુપરવાઈઝરને મારી નાખીશ તેવી ધમકીઓ આપી અને આરોગ્યવિભાગના કર્મચારીઓની કાયદેસરની ફરજમા રૂકાવટ કર્યાનો ગુન્હો નોંધાયો છે.