પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી લાશને દાટી દીધી....

પતિને છોડી પત્ની તેના પ્રેમી સાથે રહેતી હતી

પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી લાશને દાટી દીધી....

Mysamachar.in-મોરબી

રાજ્યમાં વધુ એક વખત સબંધોના ખૂનની ઘટના સામે આવી છે, આ વખતે આ કિસ્સો મોરબી જીલ્લામાં સામે આવ્યો છે, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા કાંતિનગર વિસ્તારમાં એક મહિલા બુટલેગરે તેના જ પ્રેમી સાથે મળી પતિની હત્યા નિપજાવી હોવાનો ચકચારી ઘટના સામે આવી છે, હત્યા કર્યા બાદ દાટી દેવાયેલી લાશ કાઢી પોલીસે વધુ તપાસ હાથ દરી છે. મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી દેશીદારૂનું સામ્રાજ્ય ચલાવતાં અને સામાકાંઠે માળીયા ફાટક પાસેના કાંતિનગરમાં અને મોરબી તાલુકા વિસ્તારના લાલપર-રફાળેશ્વર અને જાંબુડીયામાં દેશી દારૂનું મોટું નેટવર્ક ધરાવતા જુમા સાજણ માજોઠી અને તેના ઘરમાં રહેતી યાસ્મીન ઉર્ફે આરતીએ તેના પતિ શૈલેષ અગેચાણીયાની હત્યા કરી નાખ્યાનો ખુલાસો થયો છે.

મળતી માહિતી મુજબ ગત તા.27મી ફેબ્રુઆરીના રાત્રીના અગિયાર વાગ્યાથી શૈલેષ અગેચાણીયા ગુમ થયો હતો. જે અંગે તેમના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે તપાસ શરૂ કરી હતી દરમિયાનમાં ગુમ થયેલ યુવાનની બેન સહિતના પરિવારે ગુમ થયેલા શૈલેષની પત્ની યાસ્મીન ઉર્ફે આરતી શૈલેષ અગેચાણીયા કે જે મોટા પાયે દેશી દારૂનો ધંધો કરે છે તેની સામે આંગળી ચીંધી હતી. કારણ કે આઠ-દસ મહિનાથી યાસ્મીન તેના પતિ શૈલેષ કોળીને મૂકીને દારૂના ધંધાર્થી જુમા સાજણ માજોઠી રહે.કાંતિનગર માળીયા ફાટક પાસે મોરબી-2ની સાથે રહેતી હતી. જે બાદ યાસ્મીનની ઉલટ તપાસ કરતા સમગ્ર મર્ડરનો મામલો સામે આવ્યો હતો.

યાસ્મીન ઉર્ફે આરતીએ પોતાના પતિ શૈલેષ કોળીને પોતાના ઘરે એટલે કે હાલ તે છેલ્લા આઠેક મહિનાથી જુમ્મા સાજણ માજોઠીના ઘરમાં રહેતી હોય ત્યાં કાંતિનગર વિસ્તારમાં બોલાવ્યો હતો. જેથી શૈલેષ તેના ઘરે ગયો હતો ત્યારે શૈલેષની પત્ની યાસ્મીન અને તેણીના પ્રેમી જુમ્મા સાજણ માજોઠીએ એકસંપ કરીને પ્રથમ શૈલેષને ગળેટુંપો દઇને મારી નાખ્યો હતો અને બાદમાં જુમા માજોઠીના ઘરની પાછળ ખાડો ખોદીને તેને દાંટી દીધો હતો.. પોલીસે હાલ પત્ની આરતી અને પ્રેમી જુમાં એમ બન્ને આરોપીઓ વિરુદ્ધ હત્યા અને પુરાવાઓ નાશ કરવાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જેમાં મહિલા આરોપી આરતી ઉર્ફે યાસમિન હાલ પોલીસના હાથવેંતમાં છે જ્યારે તેના પ્રેમી આરોપી જુમાં મજોઠીયાને શોધવા તજવીજ શરૂ કરાઇ છે.