સામુહિક આપઘાત: માતાએ બે પુત્રો સાથે કર્યું અગ્નિસ્નાન

રાજકોટના નાકરાવાડી વિસ્તારની ઘટના

સામુહિક આપઘાત: માતાએ બે પુત્રો સાથે કર્યું અગ્નિસ્નાન
symbolic image

Mysamachar.in-રાજકોટ

રાજકોટમાં આજે સવારે બનેલી સામૂહિક આપઘાતની ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. શહેરના નાકરાવાડી વિસ્તારમાં મહિલાએ બે માસૂમ પુત્ર સાથે અગ્નિસ્નાન કરી લેતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટના કુવાડવા રોડના નવાગામ સોખડા પાસેના નાકરાવાડી વિસ્તારમાં 28 વર્ષીય દયાબેન વિજયભાઇ ડેડાણિયાએ 7 વર્ષીય પુત્ર મોહિત અને 4 વર્ષીય પુત્ર ધવલ સાથે અગ્નિસ્નાન કરી લીધું હતું. જો કે ક્યાં કારણોસર આ સામુહિક આત્મહત્યાનું પગલું આ મહિલાએ બે બાળકો સાથે ભર્યું તેનું કારણ અને વધુ કાર્યવાહી માટે પોલીસ સ્થળ પર પહોચી અને વિશેષ તપાસ બાદ જ શું મામલો તે સામે આવી શકશે.