ફોગિંગ મશીનમાં થયો બ્લાસ્ટ, મહિલા ગંભીર રીતે દાજી

કર્મચારીઓ ફરાર થઇ ગયા

ફોગિંગ મશીનમાં થયો બ્લાસ્ટ, મહિલા ગંભીર રીતે દાજી
ફાઇલ તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

રાજ્યમાં રોગચાળો વધતાં તંત્ર દોડતું થયું છે, પ્રેશર આવતા કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા દવા છંટકાવ સહિતની કામગીરીઓ હોશભેર કરી રહ્યાં છે, જો કે આ દરમિયાન અમદાવાદમાં ફોગિંગ મશીનમાં બ્લાસ્ટ થતા એક મહિલાને ગંભીર ઇજા પહોંચી છે. અમદાવાદ કોર્પોરેશનના મેલેરિયા વિભાગના કર્મચારીઓ અમરાઇવાડીમાં ફોગિંગ કરી રહ્યાં હતા એ દરમિયાન અચાનક જ ફોગિંગ મશીનમાં બ્લાસ્ટ થયો હતો. આથી નજીક ઉભેલી મહિલા ગંભીર રીતે દાજી ગઇ હતી. જો કે દાજેલી મહિલાને સારવાર અર્થે ખસેડવાને બદલે કોર્પોરેશનના કર્મચારીઓ ભાગી ગયા હતા, સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડે મહિલાને સારવાર અર્થે ખસેડી હતી. કોર્પોરેટરનો આક્ષેપ છે કે કોર્પોરેશન કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ફોગિંગ માટે મોકલે છે, આવા કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી નથી. કામગીરીના આંકડાથી સ્પષ્ટ થાય છે કે કોર્પોરેશન દ્વારા આડેધડ કામગીરી કરવામાં આવી રહી છે, જેના કારણે લોકોની સુરક્ષા પર સવાલ ઉભા થયા છે.