કાલાવડ તાલુકો ધણી ધોરી વગરનો,લુંટો ભાઈ લુંટો...

કેમ કોઈ બોલતું નથી?

કાલાવડ તાલુકો ધણી ધોરી વગરનો,લુંટો ભાઈ લુંટો...

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લામાં કાલાવડ તાલુકો ધણી ધોરી વગરનો સાબિત થઈ રહ્યો હોય એવા માહોલ વચ્ચે જે આવે તે કથિત લુંટફાટ, ભ્રષ્ટાચાર,ગેરરીતિ કરવામાં માજા મૂકીને કાલાવડની પ્રજાને મૂર્ખ બનાવીને પ્રજાના નાણાંનો કેવો વેડફાટ કરવામાં આવે છે તેનો વધુ એક મામલો સામે આવ્યો છે,

વાત જાણે એમ છે, રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે કાલાવડ ખાતે G.I.D.C. મંજૂર કરવામાં આવી છે, આ G.I.D.C. નિર્માણ કરીને ઉદ્યોગકારોને પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે કરોડોની ગ્રાન્ટ ફાળવીને કામો હાથ ધરવામાં આવ્યા હતા.

આ કામમાં કેવી ગેરરીતિ આંચરવામાં આવી છે તેની સ્ફોટક ફરિયાદ ગાંધીનગર ઉચ્ચકક્ષાએ કરવામાં આવતા કાલાવડ તાલુકામાં વધુ એક ગંભીર ગેરરીતિનું પ્રકરણ સામે આવ્યું છે.જેનાથી એક વાત ચોક્કસ નક્કી થાય છે કે કાલાવડ તાલુકામાં મોટાપાયે ગેરરીતિ થવા છતાં રાજકીય નેતા ચૂપ કેમ છે?તેવા સવાલો ઉઠી રહ્યા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.