જામનગરના સાંસદ પૂનમબેન માડમના પ્રયાસથી મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટેશનનો જીએસટીમાં સમાવેશ 

જીએસટી કાઉન્સીલની બેઠકમાં 12 ટકાના સ્લેબમાં સમાવેશ

જામનગરના સાંસદ પૂનમબેન માડમના પ્રયાસથી મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટેશનનો જીએસટીમાં સમાવેશ 

my samachar.in-જામનગર:

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2017 માં લાગુ કરાયેલા જીએસટી કાયદામાં મલ્ટી મોડેલ ટ્રાન્સ્પોટેશનનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો જેના કારણે આ વ્યવસાયકર્તા વેપારીઓમાં રહેલી દુવિધા દૂર કરવા માટે એસોસિએશનના પ્રમુખ અને તેની ટિમ દ્વારા આ મામલે જામનગરના સંસદના સહયોગથી કેન્દ્ર સરકાર સુધી કરાયેલી રજૂઆત બાદ થોડા દિવસ પહેલાજ જીએસટી કાઉન્સીલની મળેલી બેઠકમાં મલ્ટી મોડેલ ટ્રાન્સ્પોટેશનનો 12 ટકાના સ્લેબ માં સમાવેશ કરવામાં  આવ્યો છે,

ભારતમાં એક વર્ષ અગાઉ 1લી જુલાઈ-2017થી જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો આ કાયદામાં મલ્ટી મોડેલ ટ્રાન્સ્પોટેશન  એટલે કે ,રોડ,દરિયો અને રેલવે સાથે ટ્રાન્સ્પોટેશન કરતા વેપારી વર્ગ માટે એક પણ સ્લેબ ન હતો જેથી આ વેપારીઓને વ્યસાયમાં અનેક તકલીફોનો સામનો કરવો પડતો હતો આ તકલીફ ના કાયમી નિવારણ માટે કોસ્ટલ કનેક્ટર ટ્રાન્સપોર્ટર એસોસિએશનના પ્રમુખ રાહુલ મોદી અને તેમની ટિમ દ્વારા સંસદ પૂનમબેન માડમ ને રજૂઆત કરી હતી,

ત્યારબાદ આ પ્રશ્ન ના નિરાકરણ માટે સાંસદ અને હસમુખ અઢિયા,અરુણ જેટલી સમક્ષ વિગતવાર રજૂઆત કરી હતી આ રજુઆત બાદ કેન્દ્ર સરકારે જીએસટી કાઉન્સીલની 21મી જુલાઈના રોજ મળેલી બેઠક માં કોસ્ટલ કનેક્ટર ટ્રાન્સપોર્ટર એસો.ની રજૂઆત ને ધ્યાનમાં રાખીને 12 ટકાના સ્લેબમાં સમાવેશ કરતા આ જીએસટી રેઈટ 'મેઇક ઈન ઈન્ડીયા' વડાપ્રધાન મોદીના પ્રોજેક્ટ માં મહત્વનો ભાગ ભજવશે સુખદ નિરાકરણ થવાથી એસો.ના પ્રમુખ રાહુલ મોદી અને તેની ટીમે જામનગર સંસદ પૂનમબેન માડમ અને હસમુખ અઢિયા તથા અરુણ જેટલી નો આભાર માન્યો હતો.