સનસનીખેજ આક્ષેપ પુરવઠા વિભાગ હપ્તા ઉઘરાવે છે.? ચેકિંગ નથી કરતુ..

ACB સુધી મામલો પહોચે તેવી વકી

સનસનીખેજ આક્ષેપ પુરવઠા વિભાગ હપ્તા ઉઘરાવે છે.? ચેકિંગ નથી કરતુ..

Mysamachar.in-જામનગર

જામનગર જીલ્લામાં પુરવઠા વિભાગનું જાણે કોઈ અસ્તિત્વ જ ના હોય તેમ આવશ્યક ચીજવસ્તુઓના માપદંડો અંગે લોકહિતમાં કોઈ જ ચેક કરવામાં આવતું નથી, ખાસ તો પેટ્રોલપંપ, સસ્તા અનાજની દુકાનો, કેરોસીન ડેપો સહિતનાઓમાં ક્યાય ચેકિંગ થતું નથી, my samachar આ મામલે છેલ્લા કેટલાક દિવસોથી પુરવઠા વિભાગની કથિત મિલીભગતને ખુલ્લી પાડી રહ્યું છે, અને ખુદ પુરવઠા વિભાગ રેકર્ડ પર એવી માહિતી આપે છે કે ઇન્સ્પેકશન ના થયાનું સામે આવે છે, ત્યારે લોકોના my samachar ને મળેલ રીવ્યુ અમે છાપી અને લોકોની સમક્ષ મુકવાનો પ્રયાસ કરી રહ્યા છે, આ રીવ્યુ લોકોના છે... લોકોની હૈયા વરાળ હોય તો જ બોલ્યા હોય કે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હોય..

છતાં પણ આવતા લોકોના રીવ્યુ અંગે ગાંધીનગર વડી કચેરીથી જો તપાસ આવે તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાય અને આ તમામ આક્ષેપો ખુબ ઊંડાણપૂર્વકની તપાસ માંગી લેતા પણ છે, આજે પણ અમે બે જાગૃત નાગરિકોના આવેલ પ્રતિભાવો અહી અક્ષરશ: પ્રસ્તુત કર્યા છે. જેમાં નાગરિકોએ પુરવઠા વિભાગને લઈને જે આક્ષેપો કર્યા છે તે ભારે ચોકાવનારા છે. હવે સાચા કે ખોટા તે સમય અને થનાર એસીબી સહિતની તપાસો જ નક્કી કરશે.કારણ કે પુરવઠા વિભાગમાં કઈક તો મોટાપાયે રંધાઈ રહ્યું છે જે હવે છાનું રહ્યું નથી અને લોકો પણ આગળ આવી રહ્યા છે.

જાગૃત નાગરિક :01- પુરવઠા વિભાગ ધ્વારા પોલીસની જેમ હપ્તા ઉધરાવે છે દાદાગીરી કરે છે રાશન દુકાનોમાં ચેકિંગ થતું નથી પુરવઠા અધિકારી કર્મચારી ખાયકી વિભાગ થય ગયો છે સરકારી ગોડાઉનમાં ધાલમેલ થાય છે તપાસ કરવા વિનંતી જનતા જોગ

જાગૃત નાગરિક:02- અમારા ગામમાં અનાજની પ્રિન્ટ નથી દેત્તા ગામ. મૂંગની જીલ્લો જામનગર તાલુકો સિક્કા