કોંગોની દહેશત વચ્ચે પાણીમા વહેતી ઢોરની ગંદકી

ગામડાઓમા યાતનાભરી સ્થિતિ

કોંગોની દહેશત વચ્ચે પાણીમા વહેતી ઢોરની ગંદકી

Mysamachar.in-જામનગર:

હાલ કોંગોના જીવલેણ તાવની પુરી દહેશત છે, પરંતુ એક તરફ ગૌચર નથી બીજી તરફ પીવાના પાણીનની પણપશુ માટે પુરતી વ્યવસ્થા નથી તેથી ગંદકી ફેલાય છે, આ અતિ વિસ્ફોટક મામલે લોકો માટે રક્ષણ કેમ કરાશે? તેમ ગ્રામજનો પુછે છે.? ગૌચર-સરકારી જમીનમાં દબાણ મુદ્દે રજૂઆત કરતા મોટા પાંચદેવડા, નાના પાંચ દેવડા, બોડી ગામના આગેવાનોએ જણાવ્યુ છે કે ત્રણેય ગામની ગૌચર તથા સરકારી ખરાબાની જમીનમાં અમુક ગામની ગૌચરની જમીનમાં આશરે 500થી વધારે ભેંસો રાખી માથાભારે લોકો ગેરકાયદેસર અમારા ગાય, ઢોરનું ખળ ચરાવી દે છે અને દૂધાળા-1 બીજા નાના ચેક ડેમોમાં ભેંસોને પાણીમાં બેસાડે છે,

તેમજ ગંભીરતા તો એ છે કે દૂધાળા ચેક ડેમનું પાણી છે તે નર્મદાનું પાણી ઓવરફલો થાય કે લાઈન તુટે ત્યારે આ ડેમમાં જવા દે અને રીપેર કરી ફરી દ્વારકા જતી નર્મદા લાઈનમાં પાણી જવા દે છે જેથી પીવાના પાણીને અમારા માટે અને અન્ય માટે દુષિત કરે છે , આગેવાનો કહે તો ધમકીઓ આપે છે. ખોટા કેસ કરવાની અને ટોળાશાહી કરી પોલીસ ખાતામાં રજુઆત કરવાની ટેવવાળા છે એકલ દોકલને જવાબ આપતા નથી.

આ પહેલા  પોલીસને લેખીતમાં આપતા માત્ર સાત દિવસ જતા રહેલા પરંતુ એ તો દેખાવ હતો વળી પરત આવી તેની પ્રવૃતિઓ ફરી ચાલુ કરેલ છે, અને  પોલીસ ખાતુ કહે છે સરકારનો હુકમ આપો તો કાયમ કાઢી મુકીએ.....! ઉલ્લેખનીય છે કે હાલારના અનેક  ગામડા પશુ પંખી પ્રાણીઓની ગંદકી થી ખદબદે છે, ઉપરથી માનવીય ગંદકી તો આ સંજોગોમા પાણી બગડે છે, જમીન બગડે છે એ પ્રદુષણ જોખમ અને ગંદકી તરફ કેમ કોઇ જવાબદારોનુ ધ્યાન જતુ નથી? તેમ અભ્યાસુઓ પુછે છે.