Mysamachar.in-જામનગર
સમગ્ર હાલારમા નવાવર્ષનો પ્રારંભ કુદરતે શિયાળાની દસ્તક સાથે કર્યો છે, અને ભાઇબીજની રાત્રીથી માંડી અત્યારસુધી તાપમાન 20 અંશ થી 30 અંશ સેલ્શીયશ રહેતા સમગ્રપણે હવામાન જે હુંફાળુ હતુ તે પલટાયુ અને હવામાનમા ઠંડક પ્રસરવા લાગી અને વૃદ્ધો બાળકો માટે સૌએ ગરમકપડા હાથવગા કરી લીધા છે, આમેય હિમાચલ પ્રદેશ કાશ્મીર સહિત ઉતરીય પ્રદેશોમા છેલ્લા એક સપ્તાહથી હિમવર્ષા થઇ રહી છે, અને આ ઋતુમા ઉતરીય પવનો હોય માટે સમગ્ર પશ્ચિમભારત પર આ પવનોની અસર હેઠળ ઠંડી ફેલાઇ રહી છે,
દરમ્યાન સુર્યતાપનુ હજુ વર્ચસ્વ બપોરે 12 થી 3 રહેનાર હોઇ તે ગાળામા ઠંડીનો અહેસાસ ઓછો થાય પરંતુ પવન મંદ-મંદ વહે છે તે વાતાવરણ ને ઠંડુ રાખે છે, દરમ્યાન આ ઠંડક વધવાનુ વેધર એનાલીસ્ટોનુ અનુમાન છે જો પવનની ગતિ વધશે તો ઠંડી વધશે અને 72 થી 96 કલાક આ હવામાન રહ્યા બાદ ફરી હુંફાળુ હવામાન રહેશે તેમ પણ અનુમાન છે, હાલારના બંને જિલ્લામા ભાઇબીજની રાતથી જ તાપમાન ઘટવા લાગ્યા બાદ ગત રાત્રીના ફેલાયેલા ઠંડીના થર જેવા પવન તરંગો બાદ આજે સવારથી શિયાળાની અસર લોકોએ અનુભવી છે,
આમ તો શિયાળો હેલ્ધી સીઝન કહેવાય પરંતુ કોરોનાકાળ થોડો ઘટ્યાબાદ ફરી વધવા લાગતા સાવચેતી એ જ સલામતી એમ માની ખાણી-પીણી આરોગ્ય ઉપચાર અને પહેરવેશ તેમજ આવન જાવન માટે ઓવરઓલ જાગૃતી રાખવા તબિબોની સલાહ છે, માટે તે મુજબ કાળજી સાથે સામાન્ય તકલીફમા પણ તુરંત ડોક્ટરની સલાહ લેવા તેમજ બિમારીમા સારવારમા વિલંબ ન કરવુ તે સલાહભર્યુ છે.