શું આવતીકાલે JADA બેઠકમાં ઝોન ફેરફાર થશે કે કેમ સૌની નજર..? 

અચાનક ઝોનમાં ફેરબદલ બન્યો ચર્ચાનો વિષય...!

શું આવતીકાલે JADA બેઠકમાં ઝોન ફેરફાર થશે કે કેમ સૌની નજર..? 

Mysamachar.in-જામનગર:

જામનગર એરિયા ડેવલોપમેન્ટ ઓથોરીટી એટલે કે જાડા કાર્યરત છે, આવતીકાલના રોજ એક બેઠક જાડા ખાતે મળવાની છે, તે બેઠકના એજન્ડાને લઈને આજ સાંજથી જામનગરમાં તરહ તરહની ચર્ચાઓ શરુ થઇ ચુકી છે, અને થઇ રહેલી ચર્ચાઓ મુજબ ઉપરથી દબાણ હોય રેસીડેન્સીયલમાં થી કોમર્શીયલ ઝોન કરી કરોડોની જમીનનો હેતુફેર થશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે, 

આવતીકાલ મળનારી બેઠકમાં એજન્ડા નં.16/17 માં જે ઝોન હાલ રેસીડેન્સીયલ છે તેને કોમર્શીયલ ઝોનમાં પરિવર્તિત કરવા કોઈ રાજકીય દબાણ જામનગર સુધી પહોચ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જાણકાર સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે ડેવલોપીંગ પ્લાન 2031 સુધીનો છે ત્યાં આ રીતે શા માટે ફેરફાર કરવામાં આવી રહ્યો છે, અને કોનું હિત આ આ ઝોન ફેરમાં સચવાયેલું છે. કે કેમ ? કારણ કે રાજકોટમાં ઝોન ફેરનો મામલો હાલ ગાજી રહ્યો છે ત્યાં જ જામનગરમાં કોના ઇશારે આ ઝોનમાં ફેર બદલી થવા જઈ રહી છે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. હવે આ મામલે સત્ય શું તે આવતીકાલની બેઠક બાદ સ્પષ્ટ થઇ જશે.જો અધ્યક્ષ ધારે તો આ મુદ્દાને પેન્ડીંગ રાખી અને ફેરવિચારણા પણ કરી શકે...

ટૂંકાગાળામાં એવું તો શું થયું કે આ ઝોનમાં ફેરબદલ કરવો પડે તે વાત જાણકારો માટે પણ શંકા ઉપજાવનારી છે, વધુમાં અલગ અલગ લોકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ આ ઝોન ફેરફાર ચોક્કસ ગોઠવણનો ભાગ છે.? અને આ મામલે વિપક્ષ દ્વારા પણ અવાજ ઉઠાવ્યો છે,હવે  જો આવું સાચું હોય તો શરમજનક પણ કહેવાય ને માટે... આવું નહિ થાય અને કોઈનું હિત સચવાયા વિના કાયદા મુજબ ચાલીને જ સમગ્ર પ્રક્રિયા હાથ ધરીને અધિકારીઓ પોતાની તટસ્થતાનું ઉદાહરણ પણ પૂરું પાડશે તેમ લાગે છે.