નવા ચહેરાનો ભાજપના દાવ સામે અસંતુષ્ટને સમાવનાર બીજા પક્ષો ફાવી જશે કે શું.?

પક્ષના સિમ્બોલ ઉપર દરેક જીતે જ એવુ નથી હોતુ....AAP..સહીત અપક્ષોને મનપામાં ઘુસવાની તક

નવા ચહેરાનો ભાજપના દાવ સામે અસંતુષ્ટને સમાવનાર બીજા પક્ષો ફાવી જશે કે શું.?

Mysamachar.in-જામનગર

જામનગર કોર્પોરેશન ચુંટણીના વિશ્લેષણમાં  આ વખતે નાગરીકો મોટી સંખ્યામા રસ દાખવે છે અને માટે જ મોઢા એટલી વાતો અને અનેક અભિપ્રાયો તેમજ ચર્ચાઓ થઇ રહી છે, જેમા ભાજપના નવા ચહેરાને લઈને ચર્ચા વધુ થાય છે જેને કોઈ ઓળખતું નથી તેવા ઉમેદવારો જીતશે કેમ?? કેમકે તેનુ કઇ લોકો  માટે કામ કર્યાનુ ભાથુ હોય નહી અને પુરેપુરા વોર્ડના લોકોનો સંપર્ક પણ ન કરી શકે દરેક લોકોને મળી પણ ન શકે...બીજી તરફ ભાજપના જે જુના જોગીને ત્યા ટીકીટ જોતી તી તે નવાને મદદ પુરેપુરી ન કરે તો?? અને ભાજપ પક્ષોનો સિમ્બોલ દરેકને જીતાડી શકે તેવુ નક્કી જ છે શુ?? વગેરે પ્રશ્નોચર્ચાય છે,

આ દરમ્યાન એવા પણ વિશ્લેષણ થાય છે કે આમ આદમી પાર્ટી આપ અને નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી એનસીપી એ ભાજપના અસંતુષ્ટો માટે જે તક આપીને સમાવ્યા છે તે ફાવી શકે કે શુ? તે જબરૂ અભ્યાસ માંગતુ ગણીત છે, ભાજપ વાળા નવા-નવા ઉમેદવારો લાવ્યા છે પણ તેમને ચુંટણી બજારમાં કે રાજકીય બજારમા કાઈ દેખાય તેવુ કર્યુ નથી માટે ત્રીજો વિકલ્પ લોકો પસંદ કરે તેવુ બની શકે છે પરંતુ હા નવી નવી પાર્ટીને મનપામા ઘુસવાની તક મળી જાય તેવુ પણ બની શકે ને??

જો કે દર વખતે ત્રીજો વિકલ્પ મતદારોને પસંદ ના હોય તો ગત વખતે સરદાર વલ્લભ પાર્ટીની બે મહિલા જ ભાજપના વિસ્તારમાંથી ચૂંટાઈ આવી હતી તેવુ પણ બને તો બીજા અર્થમા ભાજપનો ગઢ તુટ્યો કમીટેડ વોટરે બાજી બદલાવી નાખી તેવુ પણ કહી શકાય ને?? આ બધા સમીકરણો અને ચર્ચાઓ વચ્ચે લોકોનો મિજાજ જાણવો આ વખતના પરિણામો રસપ્રદ બની રહેશે.