ગુજરાતમાં ચુંટણી વહેલી યોજાશે કે કેમ....? મુખ્યમંત્રીએ શું કહ્યું વાંચો

છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી

ગુજરાતમાં ચુંટણી વહેલી યોજાશે કે કેમ....? મુખ્યમંત્રીએ શું કહ્યું વાંચો
file image

Mysamachar.in-નર્મદા

ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાવવાને લઇને છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ આજે રાજપીપળા ખાતે પહોંચેલા સીએમ વિજય રૂપાણીએ સમય કરતાં વહેલી ચૂંટણી યોજાવવાની હોવાની ચાલી રહેલ વાતોને લઇને એક મોટું નિવેદન આપ્યું હતું અને તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધો છે, રાજ્યમાં વહેલી ચૂંટણી અંગે CM ખુલાસો કર્યો હતો કે ચૂંટણી સમયસર જ યોજાશે. ઉત્તર પ્રદેશની ચૂંટણી સાથે રાજ્યને કોઇ લેવાદેવા નથી. આમ આ અટકળો પર હાલ પુરતો વિજય રૂપાણીએ પૂર્ણ વિરામ મૂકી દીધો છે.