Mysamachar.in-અમદાવાદ
આપણે ત્યાં પતિ પત્ની ઔર વો ના કિસ્સાઓ સામે આવતા રહે છે, અને લગ્નજીવન બાદના સબંધો જો બે માંથી કોઈપણ પાત્ર રાખે તો મોટાભાગના કિસ્સાઓમાં તેના પરિણામો ખરાબ જ આવતા હોય છે, અમદાવાદમાં સાબરમતિ વિસ્તારમાં પત્ની પતિને પ્રેમિકા સાથે બાઈક પર જતાં જોઈ ગઈ હતી. પત્નીની એક બુમથી પતિએ બાઈક ઉભું રાખી અને પત્ની સાથે બોલાચાલી શરૂ કરી હતી. સાથે સાથે પ્રેમિકાએ પણ બોલાચાલી કરી હતી. ત્રણેય વચ્ચે ઝપાઝપી થઈ હતી અને પ્રેમિકાએ પ્રેમીની પત્નીને લાત મારી નીચે પાડી દીધી હતી.
પતિએ પત્નિને જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી અને પ્રેમિકાને બાઈક પર બેસાડી ફરાર થઈ ગયો હતો. જે બાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં પત્નીએ પતિ અને પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 25 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. મંગળવારે સાંજે યુવતી તેના નાના પુત્રની દવા લેવા માટે પંચશીલ હોસ્પિટલ પાસે ગઈ હતી. ઘરે પરત ફરતી હતી ત્યારે તેને બાઈક પર પતિને તેની પ્રેમિકા સાથે જતા જોઈ ગઈ હતી.