જામનગર કોર્પોરેશન સ્વચ્છતા મિશનમાં રેન્ક કેમ મેળવશે? ડસ્ટબીનો છે ભંગાર હાલતમાં
શહેરના અનેક વિસ્તારોમાં કચરા માટેના ડસ્ટબીન

Mysamachar.in-જામનગર
જામનગર કોર્પોરેશનને દસલાખથી ઓછી વસ્તીવાળા શહેરોમા સ્વચ્છતા મિશનમા માંડ માંડ ઠીક કહેવાય તેવી રેન્ક મળી ત્યારે હવે વર્ષ 2021મા હજુ વધુ સારી રેન્ક મળે તે દિશામા કામ કરવુ પડે પરંતુ તાજેતરમા ફાળવાયેલામાથી અનેક ડસ્ટબીનો ભંગાર હાલતના થઇ જવાથી સ્વચ્છતાના વધુ માર્કસ કેમ મળશે તે સવાલ ઉભો થયો છે. કોર્પોરેશન દ્વારા એક તરફ ભારત સ્વચ્છતા મિશનનું અભિયાન ચાલી રહ્યું છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં કચરા માટેના ડસ્ટબીન ભંગાર હાલતમાં જોવા મળી રહ્યા છે. એટલુ જ નહી ભારત સ્વચ્છતા મિશનના અભિયાનમાં પણ કયાંકને કયાંક ડસ્ટબીનની માફક છીંડાઓની ચાડી ખાય છે.
વળી હાલ સ્વચ્છતા અભિયાન 2021 અંગે હોડિર્ગ્સ જોવા મળી રહ્યા છે સાથે સાથે ભારત સ્વચ્છતા મિશન હેઠળ અભિયાન પણ ચલાવામાં આવી રહ્યું છે ત્યારે શહેરમાં અનેક વિસ્તારોમાં મુકવામાં આવેલા ડસ્ટબીનની હાલત ખૂબજ ભંગાર જેવી બની ગઇ છે. એટલુ જ નહી જાહેર માર્ગો ઉપર ભંગાર હાલતમાં અનેક ડસ્ટબીનો હોવા છતા જવાબદારોની અવર-જવરની સામે ભંગાર હાલતમાં ડસ્ટબીનો પડયા છે. સ્વચ્છતા મિશન 2021માં નંબર મેળવવા માટે એટલે કે, ફાઇવસ્ટાર એવોર્ડ માટે કોર્પોરેશને શહેરમાં ભંગાર હાલતમાં જાહેરમાં મુકવામાં આવેલા ડસ્ટબીનો બદલવા પડશે.