શા માટે અપાઈ હોસ્પિટલને તાળાબંધી કરવાની ચીમકી...

મુખ્યમંત્રીને પણ પત્ર..

શા માટે અપાઈ હોસ્પિટલને તાળાબંધી કરવાની ચીમકી...

mysamachar.in-જામનગર

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની જી.જી હોસ્પીટલમાં સૌરાષ્ટ્ર સહિત મોટા ભાગના વિસ્તારોમાથી દર્દીઓ સારવાર લેવા માટે અહિયાં આવે છે,ત્યારે આ જી,જી હોસ્પિટલમાં છાશવારે લિફ્ટ બંધ હોવાનો પ્રશ્ન, તબીબોના પ્રશ્નો,દવા ન હોવાના પ્રશ્નો સહિત અનેક સમસ્યાઓની વારંવાર ફરિયાદો વર્ષ દરમિયાન ઊઠવા પામતી હોય છે,

તેવામાં રાજય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે ઉમદા કામગીરી થયાના દાવા કરવામાં આવી રહ્યા છે,જેની સામે દર્દીઓ માટે જી.જી.હોસ્પિટલમાં અતિ મહત્વનુ  કહી શકાય તેવું MRI મશીન છેલ્લા બે માસથી બંધ હોવાથી ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ MRI મશીનમાં ખર્ચાળ રીપોર્ટ કરાવવા પડે છે,દર્દીઓને ભારે હાલાકી પડતી હોય MRI મશીન ચાલુ કરાવવા અંગે જીજી હોસ્પિટલને તાળું મારી દેવાની ચીમકી આપવામાં આવી છે,  

જીજી હોસ્પિટલના બંધ પડેલ MRI મશીન મામલે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરીને જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી મશીન બંધ હોય લોકોને હાલાકીથી બચાવવા તાત્કાલિક MRI મશીન ચાલુ કરવા સરકારના આરોગ્ય વિભાગે પગલા લેવા જોઈએ,અને જો 10 દિવસમાં મશીન ચાલુ કરવામાં સરકાર નિષ્ફળ જશે તો ના છુટકે લોકોને  સાથે રાખીને જી.જી હોસ્પિટલને તાળું મારી દેવા માટે ઉગ્ર કાર્યક્રમ આપવાની ચીમકી જામનગર જિલ્લા કોંગ્રેસ ઓબીસી મોરચાના પ્રમુખ કલ્પેશ હડિયલ અને જામનગર શહેર ઓબીસી મોરચાના પ્રમુખ સુભાષ ગુજરાતીએ રજૂઆતના અંતે ઉચ્ચારી છે.

આ મામલે મુખ્યમંત્રી ઉપરાંત જામનગરના ધારાસભ્ય અને કૃષિપ્રધાન આર.સી.ફળદુ સહિત લગત વિભાગને પણ પત્રો દ્વારા જાણ કરી છે ત્યારે જી.જી હોસ્પિટલનું MRI મશીન હવે ક્યારે ચાલુ થાય છે તે જોવાનું રહ્યું અને આ ચીમકીની અસરનો કેવો પ્રભાવ પડે છે તે પણ આગામી દિવસોમાં જોવાનું રહેશે..