શા માટે આ શખ્સે બેંકનું એટીએમ તોડવાનો કર્યો હતો પ્રયાસ.?

કિસ્સો જાણીને તમે પણ ચોકી જશો..

શા માટે આ શખ્સે બેંકનું એટીએમ તોડવાનો કર્યો હતો પ્રયાસ.?

Mysamachar.in;જામનગર:

જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં એક બેકનું એટીએમ મશીન તોડવાનો પ્રયાસનો ગુન્હો ગઈકાલે પંચકોશી બી ડીવીઝનમા નોંધાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કરનાર શખ્સને ઝડપી પાડવા સાથે જ આ શખ્સે શા માટે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો તેના સુધી પણ પોલીસ પહોચી ચુકી છે,

વાત એવી છે કે તા.૧૦ ના વહેલી સવારે જીઆઇડીસી ફેઝ-૩મા રાજહંસ સર્કલ પાસેના કોમ્પ્લેક્ષમા લગાવવામાં આવેલ કેનેરાબેંકનું એટીએમ તોડી અને ચોરીનો નિષ્ફળ પ્રયાસ સીસીટીવી મા કેદ થયા બાદ આ અંગેની બેંક દ્વારા પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી કબજે કરી અને શોધખોળ આદરતા મૂળ બિહારના અને છેલ્લા કેટલાક વર્ષોથી જામનગરના દરેડમા સ્થાયી થયેલ ઓમપ્રકાશ રાજેશ્વર રામ ને ઝડપી પાડી તેની સઘન પૂછપરછ કરી હતી,

પોલીસની એટીએમ મશીન તોડવાનું કારણ શું તેના જવાબમા ઝડપાયેલો ઓમપ્રકાશ જણાવે છે કે તેની  માતા બિહારમા જ્યાં તેનું વતન છે ત્યાં બીમાર અવસ્થામાં હોય અને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા તેને ફેઝ-૩ મા આવેલ કેનેરા બેન્કના એટીએમને તોડવાનો પ્રયાસ કર્યાની કબુલાત પોલીસ સમક્ષ આપી છે,આ કાર્યવાહી પંચકોશી બી ડીવીઝન પીએસઆઈ એમ.આર.વાળાના માર્ગદર્શનમા સ્ટાફના કરણસિંહજાડેજા,શોભરાજસિંહ જાડેજા,પદુભા જાડેજા,સુરેશભાઈ ડાંગર,સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી.