રાજ્યના બોર્ડ નિગમના કર્મચારીઓએ સરકાર પાસે ભીખ માંગવાની શા માટે માંગી મંજૂરી?

આવુ થાય તો ભારે આશ્ચર્ય સર્જાય

રાજ્યના બોર્ડ નિગમના કર્મચારીઓએ સરકાર પાસે ભીખ માંગવાની શા માટે માંગી મંજૂરી?

mysamachar.in-ગાંધીનગર:

મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામતની મંજૂરી બાદ ગુજરાતમાં પણ પાટીદારોને અનામતની માંગણી છેલ્લા કેટલાક દિવસોથી ફરી ચર્ચામાં છે અને રાજ્ય સરકારે પણ આ મામલે વિચારણા કરવાની ફરજ પડી છે.એવામાં રાજ્ય સરકારના બોર્ડ નિગમના કર્મચારીઓ પણ આગામી દિવસોમાં પોતાની માંગોને લઈને અવાજ બુલંદ કરશે તેવું લાગી રહ્યું છે,

ગુજરાત રાજ્ય બોર્ડ નિગમ કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યમંત્રી સહિતનાઓને ઉદેશીને લખેલા પત્રમાં રાજ્ય સરકારના હિતમાં ફરજ દરમ્યાન ભીખ માંગવાની મંજૂરી માંગવા પાછળનું કારણ એવું દર્શાવાયું છે કે ૨૨ વર્ષથી ગુજરાતનાં વિકાસમાં બોર્ડ નિગમના કર્મચારીઓએ રાત-દિવસ એક કરીને ગુજરાતને નં-૧ બનાવ્યું છે,એવામાં આ કર્મચારી અધિકારીઓને કોઈ લાભ આપવાનો થાય ત્યારે રાજ્ય સરકાર આર્થિક નાણાંભીડ અથવા તો નફા-નુકશાનના બહાના હેઠળ હક્કો આપવાથી વંચિત રાખતી હોવાનો આક્ષેપ પણ રજૂઆતમાં કરાયો છે,

રાજ્ય સરકારના બોર્ડ નિગમના કર્મચારીઓને 7માં પગારપંચનું તા.1.1.2016 થી એરિયર્સ ચૂકવવાની મંજૂરી ઘણા સમયથી અપાતી નથી,તે માટે બોર્ડ નિગમ કર્મચારી અનેક વખત રજૂઆતો છતાં પણ કોઈ પગલાં ન લેવાતા કર્મચારીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને હવે કર્મચારીઓમાં નારાજગી ઉઠતાં મહામંડળે સરકારની આર્થિક સ્થિતિ મજબૂત કરવા તાલુકાથી રાજ્ય સ્તર સુધીના સ્થળોએ સરકાર વતી ભીખ માંગી અને ભીખમાંથી મેળવેલ રકમ રાજ્ય સરકારને ચેક દ્વારા આપવામાં આવશે,

ત્યારે આ ભીખ માંગવાના કાર્યક્રમને મંજૂરી આપવા મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, મુખ્ય સચિવ સહિતનાઓ ને મહામંડળ દ્વારા પત્ર લખી જાણ કરવામાં આવી છે,

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.