"સૌ"ની માં પોલમપોલ છતા જવાબદારો નિષ્ફીકર કેમ....?

"ભાગબટાઇ" છતા છે....ક  ઉપરથી તપાસ કેમ નથી આવતી

"સૌ"ની માં પોલમપોલ છતા જવાબદારો નિષ્ફીકર કેમ....?

Mysamachar.in-જામનગર

સૌની યોજના હેઠળ ચાલતા કામમાં પોલમપોલ હોવા છતા જવાબદારો સાવ નિષ્ફીકર છે કેમકે અનેક રજુઆતો છતા અને ભાગબટાઇના આક્ષેપો વચ્ચે છે.....ક ઉપરથી તપાસ આવતી નથી ત્યારે હવે સંવેદનશીલ મુખ્યમંત્રી સમગ્ર "કાંડ" હાથમાં લે તેવી માંગ પણ ઉઠી છે, બીજી તરફ સૌરાષ્ટ્ર ઝોનમાં જુદી-જુદી લીંકના જે કામો ચાલે છે તે દેખીતુ છે કે મામકાઓના જ હોય તો મામકાઓને સાચવવાના પણ હોય જો સાચવવાના હોય તો સામે થવુ એના કરતા સાથે થવુ સારૂ તેમ માની એક બે ચોક્કસ અધીકારીઓ જે ઉપરથી નીચે બધુ સંભાળી લે છે તેમણે ક્યાક ક્યાક તો મટીરીયલમા ક્યાક થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમાં તો ક્યાક કામમાં જુથબંધી કરી હોવાની કે કરાવી હોવાની ચર્ચાઓ જાણકારોમાં છે,

સૌ જાણે છે તેમ ગુજરાત સરકાર નર્મદા પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ગુજરાતમાં સૌની યોજના થકી પાઇપલાઇન નાંખવામાં આવી રહી છે, જેમાં અલગ-અલગ સાઈઝ, ડાયામીટરની પાઈપ હોય તેમજ અલગ અલગ જિલ્લા,વિસ્તાર, ગામડાઓના ભૌગોલિક વિસ્તાર મુજબ કામ કરવામાં આવી રહ્યું છે. લાંબા ગાળાની યોજના હોય તો જે સરકારી વિભાગ કે એજન્સી દ્વારા પાથરવામાં આવી રહી છે. તેમાં ઘણી બધી ક્ષતિઑ સામે આવેલ છે, જામનગરના કાલાવડ નજીક થઇ રહેલ કામ પણ કેટલાક જાણકારોને મતે ઊંડી તપાસ માંગી લેતું છે, અને જો ખરેખર તટસ્થ તપાસ થાય તો કેટલાયનું આવી બને તેવી ભીતિ પણ જાણકારો વ્યક્ત કરે છે,

જેમાં મુખ્ય પાઈપ લાઈન ઉપર જે પ્રમાણિત L.S. ડ્રોઈંગ મુજબ પાઇપ ઉપર 1200  M.M. થી વધારે કવર આવવું જોઈએ નહીં. પણ અત્યારની ફેઝ-3 ની યોજનામાં ઘણી જગ્યાએ 1500 M.M. થી 3000 M.M. જેટલું વધારે કવર આવે છે જો આવી રીતે ડિઝાઇન હોય અને 1200 M.M. થી વધારે કવર આપેલ હશે તો ભવિષ્યમાં પાઈપ બેન્ડ થઈ જવાના કે તૂટી જવાનો ખતરો છે.ઉપરાંત ગામડાના ઇન્ટરનલ રોડ, પંચાયત રોડ, સ્ટેટ રોડ, નદી તેમ નાલાઓમાં પણ આ લાઈન ઉપર આવતા લોડ/ધોવાણ ને લીધે પાઇપલાઇન ક્ષતિગ્રસ્ત થવાની કે બેન્ડ/તૂટી જવાની સંભાવનાઓ રહેલ હોય, ત્યાં જરૂરી જાડાઈનું (12 M.M. સ્ટીલ અને 500 M.M. કવર)નું કોંક્રીટ કામ કરવું ખૂબ જ જરૂરી છે. અન્યથા સરકારના ડ્રીમ પ્રોજેકટ કે જેમાં કરોડો અબજો રૂપિયાનો ખર્ચ કરેલ હોય, એ કામ કરવાનો હેતુ કાંઈ નહીં રહે અને બધો ખર્ચ વ્યર્થ જશે. તે બાબતે હવે છે....ક ઉપરથી તપાસ જરૂરી હોવાનુ કામની નબળી  ગુણવતાની અનેક ફરિયાદો ઉપરથી લાગે છે.