સાયલેન્સરમાથી નીકળતી આ વસ્તુ છે કીમતી માટે તસ્કરો સાયલેન્સર ચોરી કરી લેતા હતા

ગેંગ ઝડપાઈ જતા 50 ગુન્હાનો ભેદ ઉકેલાયો

સાયલેન્સરમાથી નીકળતી આ વસ્તુ છે કીમતી માટે તસ્કરો સાયલેન્સર ચોરી કરી લેતા હતા
symbolic image

Mysamachar.in-અમદાવાદ

સામાન્ય રીતે તસ્કરો મોટો હાથ જ મારતા હોય છે, પણ માત્ર ઇકો કારના સાયલેન્સર ની ચોરી કરતી ગેંગ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને હાથ લાગી છે, કહેવાય છે કે ઇકો કારના સાયલેન્સરમાં આવતી માટીની ચોરી કરવા માટે આ ગેંગ સાયલેન્સર ચોરી કરતા હતા અને ક્યારેક નવી તો ક્યારેક જૂની મોડસ ઓપરેન્ડી પણ અપનાવતા હતા. આ ચોરેલી માટી દિલ્હીમાં વેચી દેતા હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઇકો કારના સાયલેન્સરની ચોરી કરતી ગેંગે આતંક મચાવ્યો હતો. પોલીસે આ ગેંગની ધરપકડ કરીને અનેક ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે, ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી શાબિર ચૌહાણ, દાણીલીમડાના દાનીસખાન પઠાણ અને સાણંદના સરફરાજ શેખની ધરપકડ કરી છે. આ આરોપીઓ રોડ પરથી ઇકો કાર ભાડે કરીને ફેમિલીને લઈ જવાના બહાને દાનિશખાન પઠાણના ઘરે લઈ જતા હતા.

જ્યાં તેઓ ડ્રાઈવરને ચા-નાસ્તો કરવાના બહાને બહાર લઈ જઈ ઇકો કારનું સાઇલેન્સર ખોલી તેમાંથી માટી ચોરી કરીને સાઇલેન્સર ફરી ફીટ કરી દેતા હતા અને બહાર જવાનું કેન્સલ થયું છે તેમ કહીને ડ્રાઈવરને થોડા ઘણા રૂપિયા આપીને પરત મોકલી દેતા હતા. આ ઉપરાંત ઝડપાયેલ ગેંગ ક્યારેક ગોડાઉન કે સોસાયટીઓમાં પાર્ક કરેલ ઇકો કારનું સાયલેન્સર કાઢીને પણ ચોરી કરી લેતા હતા. આરોપીઓ ઇકો કારનાં સાયલેન્સરમાંથી ચોરી કરેલ માટી દિલ્હીમાં ઊંચા ભાવે વહેંચતા હતા. પોલીસે આ ગેંગની ધરપકડ કરીને 50 જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.