સરકારના ઠરાવની અમલવારી મુદ્દે ડેપ્યુટી કમિશ્નર એક જ પ્રશ્નના અલગ અલગ ઉતર કેમ આપે છે.?

સાચું જાણો છો કે અમલવારી કરવા નથી ઇચ્છતા ડીએમસી સાહેબ

સરકારના ઠરાવની અમલવારી મુદ્દે ડેપ્યુટી કમિશ્નર એક જ પ્રશ્નના અલગ અલગ ઉતર કેમ આપે છે.?
file image

Mysamachar.in-ગાંધીનગર:

સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ ટેકનીકલ-નોન ટેકનીકલ જગ્યાઓ પર સરકારી કર્મચારીઓ-અધિકારીઓને વયનિવૃત્તિ બાદ કરારના ધોરણે નિમણૂક આપવા બાબતે સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે કોઈ નિવૃત્ત સરકારી અધિકારી-કર્મચારીને સચિવાલયના કોઇપણ વિભાગમાં અથવા ખાતાના વડાની કચેરીમાં અથવા કોઇપણ તાબાની કચેરીમાં અથવા રાજ્ય સરકારના કોઈ પણ બોર્ડ, કોર્પોરેશન કંપનીમાં અથવા સરકારના કોઇપણ વિભાગ હેઠળ ઊભી કરવામાં આવેલ સોસાયટી કે તે પ્રકારની અન્ય કોઇ સંસ્થામાં અથવા કોઇપણ ગ્રાન્ટ-ઇન-એઈડ સંસ્થામાં અથવા જે સરકારી સંસ્થાને ગુજરાત સરકારની સંપૂર્ણ અથવા અંશતઃ આર્થિક સહાય મળતી હોય તેવી સંસ્થામાં નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂક (કન્સલટન્ટ તરીકે-સલાહકાર તરીકે કે ચોક્કસ ખાલી જગ્યા ઉપર કે અન્ય કોઈ પણ રીતે) આપવાની હોય ત્યારે વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ના અધિકારી-કર્મચારીઓને નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂક આપવા અંગેની દરખાસ્ત સંબંધિત વિભાગે અધિક મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ (નાણા), મુખ્ય સચિવ, સંબંધિત મંત્રી મારફત મુખ્યમંત્રીની પૂર્વ મંજૂરી માટે રજૂ કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવેલ છે. આટલું સ્પષ્ટ છે છતાં પણ અમલવારી નથી થતી તે સવાલો ઉભા કરે છે,

આ અતિ ગંભીર મામલે જામનગર મહાનગરપાલિકામાં પણ આવા જ કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ ફરજ બજાવે જે વય નિવૃત થઇ ચુક્યા છે તે અંગે જામનગર મનપાના નાયબ કમિશ્નર એ.કે.વસ્તાણીને પૂછવામાં આવેલ સવાલના તેવોએ કેટલા જવાબ આપ્યા તે સવાલો અને જવાબો સાથે અત્રે પ્રસ્તુત છે.આ સવાલો અને જવાબો ઉપરથી વ્યુઅર્સ નક્કી કરી શકશે કે મનપામાં કેવી લાલીયાવાડી ચાલે છે 

-ડેપ્યુટી કમિશ્નર એ.ક.વસ્તાણીએ my samachar સાથે કરેલ વાતચીત

1-સવાલ:સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ નિવૃત થયા બાદ તેની સેવા ના લેવી તેવો ઠરાવ છે અને મનપામાં ચારેક કર્મચારીઓ અને અધિકારીઓ છે તો આ ઠરાવની અમલવારી અંગે શું કેહ્શો.?
જવાબ:આ પ્રક્રિયા નિર્ણય હેઠળ છે 

2-સવાલ:કેટલાક પહેલા અને કેટલાક તાજેતરમાં આવા કર્મચારીઓ અધિકારીઓને લેવામાં આવ્યા તે અંગે શું કેહ્શો.?
જવાબ:અમે કોઈ ને તાજેતરમાં લીધા જ નથી, અને લીધા છે તેને છુટા કરવાના છે ફરી પાછા નાયબ કમિશ્નર કહે છે કે આઉટ સોર્સિંગ થી છે કરાર આધારિત નથી 

3-સવાલ:ઠરાવમાં સ્પષ્ટ લખ્યું છે કે એકપણ પ્રકારે લેવાના નથી.તો કેવી રીતે લેવામાં આવ્યા.?
જવાબ:હા નિર્ણય હેઠળ જ છે.અને અમારી પ્રક્રિયા ચાલુ જ છે 

4-સવાલ:આપ શું કેહવા માંગો છો અને ક્યાં સુધીમાં અમલવારી થશે.?
જવાબ:ટૂંક સમયમાં આની અમલવારી અમે કરીશું 

5-સવાલ:આવું થવાને કારણે બેરોજગાર અને લાયક ઉમેદવારોનો તો વારો જ નહી આવે 
જવાબ:ના એવું નથી, અમુક પોસ્ટમાં અમને એક્સપર્ટની જરૂર હોય (કઈ બાબતે એક્સપર્ટ સાહેબ સ્પષ્ટ કરોને)

6-સવાલ:સરકારના ઠરાવમાં સ્પષ્ટ છે કે એકપણ પ્રકારે નથી રાખવાના. તો રાખવાની વાત ક્યાં આવે 
જવાબ:સરકારની મંજુરી લઈને રાખી શકાય, 

7-સવાલ:સરકારની પૂર્વ મંજુરી લીધેલ છે એકેય કિસ્સાઓમાં 
જવાબ:સરકારમાં મોકલ્યું છે(તો મંજુરીની અપેક્ષાએ રાખ્યા તેવું થયું)

8-સવાલ:ઠરાવની અમલવારી કરવી છે કે સરકારમાં મંજુરી માટે મોકલ્યું છે અમે જાણવા માગીએ છીએ 
જવાબ:પ્રક્રિયા ચાલુ જ છે.અને ઠરાવની અમલવારી અમે ચોક્કસ કરીશું