જામનગરમાં ખુદ શાશકપક્ષ ના સભ્યએ વિપક્ષને શા માટે બોલાવવો પડ્યો મદદ માટે...

અધિકારી એ શું કહ્યું તે પણ જાણો..

જામનગરમાં ખુદ શાશકપક્ષ ના સભ્યએ વિપક્ષને શા માટે બોલાવવો પડ્યો મદદ માટે...

mysamachar.in-જામનગર:

શહેરના ગુલાબનગર વિસ્તારના સ્થાનિકો એ થોડા દિવસો પૂર્વે જ ગુલાબનગર થી થોડે દુર કચરાની ડમ્પીંગ સાઈટના વિરોધમાં સ્થાનિક ભાજપના કોર્પોરેટર,પૂર્વ ડેપ્યુટી મેયર સહિતના આગેવાનો ને સાથે રાખીને વિરોધ નો સુર વ્યક્ત કર્યો હતો,ત્યાં જ આજે વધુ એક વખત શાશકપક્ષના કોર્પોરેટર જશરાજ પરમારે વિરોધપક્ષના નેતા અલ્તાફ ખફી સહિતના વિપક્ષની મદદ માંગતા તેવો ગુલાબનગર ખાતે દોડી ગયા હતા,

મામલો એવો છે કે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં બોરના પાણી સાથે ગટરનું પાણી ભળી ચૂક્યું હોવાની ખુબ બુમરાળ સ્થાનિકોમા થી ઊઠવા પામી છે,તેને પગલે શાશકપક્ષના જશરાજ પરમાર દ્વારા અનેકવખત લગત તંત્ર અને પદાધિકારીઓ ને રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવામાં ના આવતા આજે તેને મનપાના વિપક્ષની મદદ માંગવાનો વારો આવ્યો હતો,

ભૂગર્ભ ગટરની કામગીરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નો આક્ષેપ કરતાં ખુદ ભાજપના કોર્પોરેટર જશરાજ પરમાર કહે છે કે આ વિસ્તારમાં જ્યારથી ભૂર્ગભ ગટરની કામગીરી ચાલુ થઇ ત્યારથી મેં રજૂઆત કરી હતી કે આ કામ ગુણવતા મુજબ થયું જ નથી,અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઇ રહ્યા છે,જે તે સમયે પદાધિકારીઓ ની હાજરીમાં પણ રોજકામ થયા હતા પણ કોઈ પરિણામ ના મળવા ના કારણે આજે ભ્રષ્ટાચાર છાપરે ચઢીને પોકારે છે,અને અડધું ગુલાબનગર ગટરનું પાણી પીવા મજબુર બન્યાનું પણ જસરાજ પરમારે જણાવ્યું,

તો સ્થળ પર પહોચેલા મનપાના વિપક્ષ નેતા અલ્તાફ ખફી એ પણ મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ પર ભૂગર્ભ ગટરની આ વિસ્તારની કામગીરી ને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા,અલ્તાફ ખફી એ કહ્યું કે જયારે સ્થળ પર પહોચી અને તપાસ કરી રોજકામ કરાવ્યું તો સામે આવ્યું છે કે જમીનમાં જેસીબી દ્વારા જયારે ખોદાણ કરવામા આવ્યું ત્યારે તેમાં ભૂગર્ભ ગટર ને જોડતા પાઈપો નાખ્યા વિના જ સીધા જ તેના પર માટી નાખી દઈ અને રોડ બનાવી દઈ અને ભ્રષ્ટાચાર ને દબાવી દેવાનો પ્રયાસ કરતાં આ વિસ્તારના સ્થાનિકો ને હાલાકી નો પાર ના રહેતા જસરાજ પરમારે વિપક્ષ સભ્યો ને  સ્થળ પર બોલાવતા તેવો આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું,

આમ ખુદ ભાજપના જ સભ્ય દ્વારા ભાજપ શાશિત મનપાના અધિકારીઓ પર આક્ષેપો કરવામાં આવતા મનપામા આ મુદ્દો ચર્ચાની એરણે ચઢ્યો છે,

આ મામલે કોન્ટ્રાક્ટરના ખર્ચે જ જરૂરી કામગીરી કરાવી તપાસ કરવામાં આવશે:ડી.એચ.છત્રાળા
આજે શાશક અને વિપક્ષ નેતા દ્વારા ભૂગર્ભગટરની ગુલાબનગરમાં કામગીરી ને લઈને સવાલો ઉઠાવવામાં આવતા આ મામલે જયારે મનપાના ભૂર્ગભ શાખા ના અધિકારી ડી.એચ.છત્રાળા ની mysamachar.in દ્વારા ટેલીફોનીક પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે આ કામ ખુબ મોટું હતું,અને કદાચ આ રીતે તેમાં પાઈપ ફીટ કરવાની ભૂલ રહી ગઈ હશે,પણ તે જાણીજોઈને કરવામાં આવેલ ભૂલ નથી,છતાં પણ આ મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે,ઉપરાંત આ કામગીરી કરનાર પાર્ટીના પૈસા મનપા પાસે છે,તેમાં થી જરૂરી કામગીરી કરાવી અને તેની ભૂલ બદલ પેનલ્ટી પણ વસુલવામા આવશે.તેમ તેવો એ જણાવ્યું હતું.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.