Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના સીનીયર ક્લાર્ક કક્ષાના કર્મચારીઓએ કમિશ્નરને પોતાની વેદના સાથેની એક રજૂઆત એક માસ પૂર્વે કરી છે, પણ તેમાં હજુ સુધી કાઈ આગળ વધ્યું નથી તેમ જાણવા મળે છે, વહીવટી કેડરમાં આપવામાં આવેલ બઢતી સામે કેટલાક કર્મચારીઓને પોતાને અન્યાય થયો છે અને નિયમોની અન્ય મુદ્દાઓની જેમ આ મુદ્દામાં પણ અવગણના કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, અને આવું પહેલીવાર નથી થયું પણ વારંવાર મનપામાં ઘરની ધોરાજી ચલાવી લાગતાવળગતાને નિયમોની અવગણના કરી અને બઢતી બદલીઓ કરી દેવામાં આવે છે, આ આવેદનપત્રના મુદ્દાઓ પર નજર કરવામાં આવે તો જામનગર મહાનગરપાલિકાના જનરલ સેટઅપમાં જુનિયર વહીવટી અધિકારી વર્ગ-૩ ની જગ્યાઓ પૈકી સ્ટેસ્ટીકલ આસીસ્ટન્ટ આઈ સી ડી.એસ અને સ્ટેસ્ટીકલ આસીસ્ટન્ટ એકાઉન્ટની ખાલી જગ્યા ઉપર સીનીયર ક્લાર્ક સંવર્ગમાંથી સીનીયોરીટી કમ લાયકાત તથા રોસ્ટર ક્રમાંકને ધ્યાને રાખી બઢતી આપવામાં આવેલ છે.
સીનીયર ક્લાર્ક સમક્ષ સંવર્ગનું જામનગર મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ સીનીયોરોટી લીસ્ટ તથા તા.1/1/21 ની સ્થિતિએ જામનગર મહાનગરપાલિકાનું શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર તથા સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા પ્રમાણિત થયેલ બઢતી રોસ્ટર રજીસ્ટરની નકલ સામેલ કરી આ રજૂઆત કરવામાં આવી છે, સૌપ્રથમ બઢતી રોસ્ટર રજીસ્ટરની વાત કરીએ તો જુનિયર વહિવટી અધિકારી વર્ગ-૩ સમકક્ષ કુલ-9 જગ્યાઓ જામનગર મહાનગરપાલિકામા મંજુર થયેલ છે, જેની સામે રોસ્ટર રજીસ્ટરમાં ભરવાપાત્ર, ભરાયેલ, વધઘટ અને બેક્લોગની તર્રીજ સહરોસ્ટર ક્રમાંક સહિતની જગ્યાઓની તા.1/1/21 ની સ્થિતિએ મંજુર થયેલ, ભરેલ વિગતો દર્શાવેલ છે. જે અવલોકને લેતા અનુસૂચિત જાતિ અને અનુસુચિત જન જાતિની મળી કુલ-5 જગ્યાનો વધમાં દર્શાવવામાં આવેલ છે. જયારે બીન અનામતની 5 જગ્યાઓ ઘટમાં દર્શાવવામાં આવેલ છે કુલ-9 જગ્યાઓ પૈકી હાલે ભરાયેલ જગ્યાઓ અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિની છે આમ, રોસ્ટર ક્રમાંક અનુસાર હાલે બઢતીથી ભરવાપાત્ર જગ્યા બીનઅનામત કેટેગરીની રોસ્ટર રજીસ્ટર અનુસાર થવા જાય છે, જેની સામે બન્ને જગ્યાઓ ફરીથી અનામત કેટેગેરીમા બઢતીથી ભરવામાં આવેલ છે. જે રોસ્ટરના નિયમથી વિરુદ્ધ છે.
કુલ 9 જગ્યાઓ અન્વયે હાલે કુલ 6 જગ્યાઓ ખાલી હોય તો આ માત્ર બે જ કર્મચારીઓને બઢતી શું કામ અને એ પણ રોસ્ટ ક્રમાંકોને અવગણીને અને સીનીયોરીટી લીસ્ટને અવગણીને જયારે જામનગર મહાનગ૨પાલિકામાં સીનીયર ક્લાર્ક સંવર્ગમાં લાયકાત અને અનુભવ ધરાવતા અન્ય કર્મચારીઓ ઉપલબ્ધ હોવા છતાં પણ માત્ર બે જ કર્મચારીને આ લાભ આપવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકામાં વર્ષોથી કર્મચારીઓને અન્યાય જ કરવામાં આવે છે આમ આપવામાં આવેલ બઢતી સામે વિરોધ દર્શાવી તાત્કાલીક અસ૨થી આ બઢતીના હુકમો રદ કરી અને નિયમાનુસાર કાર્યવાહી થાય અને કર્મચારીઓને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે.