મનપામાં ભોજન અને ચા કોફીના હજારોના ખર્ચા, સાચા કે ખોટા તે કોણ જોતું હશે...?

બધું “જાણ”માં ગોઠવાઈ જાય

મનપામાં ભોજન અને ચા કોફીના હજારોના ખર્ચા, સાચા કે ખોટા તે કોણ જોતું હશે...?
symbolic image

Mysamachar.in-જામનગર

જામનગર મહાનગરપાલિકાની દર 15 દિવસે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળે છે, આ બેઠકમાં મનપાની જુદી જુદી શાખાઓ દ્વારા ખર્ચાના ભાગ કરી અને ખર્ચ માત્ર જાણ અર્થે મુકવામાં આવે છે, જો કે જાણકારો કહે છે આવા ગતકડા પાછળના અનેક કારણો હોય છે, આજે પણ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી જે બેઠકમાં માત્ર જાણ માટે જે ખર્ચ સામે આવ્યા તે જોઇને એવું લાગે મનપા ભોજન  અને ચા કોફી પાછળ હજારો ખર્ચે છે, હવે આ ખર્ચાઓ સાચા કે ખોટા તે કોને ખબર..?

આજે જાણ માટે આવેલ ખર્ચાઓમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સેવા સેતુ કાર્યક્રમ અન્વયે રોકાયેલ સ્ટાફ-અધિકારી તથા કર્મચારીઓ માટે ચા-કોફી તથા ભોજનની વ્યવસ્થા કરતા થયેલ ખર્ચ રૂા.31,830, કમિશ્નર કાર્યાલય દ્વારા ચા-કોફીનું ખર્ચ રૂા. 3200, એમ.ઓ.એચ.શાખા દ્વારા કોવીડ-19 અન્વયે રોકાયેલ ડોકટરો માટે કુંવરબાઇ જૈન ધર્મશાળા ખાતે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરતા થયેલ ખર્ચ રૂા. 26,905 પાછો આવો જ બીજો ખર્ચ કોવીડ-19 અન્વયે રોકાયેલ ડોકટરો માટે કુંવરબાઇ જૈન ધર્મશાળા ખાતે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરતા થયેલ ખર્ચ રૂા. 27,025 સોલીડ વેસ્ટ શાખા દ્વારા  ઢોર પકડવાની કામગીરી અંગે પોલીસ બંદોબસ્તનો ખર્ચ રૂા. 36,476 પણ ઢોર પકડવામાં કામગીરી કેવી થઇ તે સૌ જાણે છે.