Mysamachar.in-જામનગર:
હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પુરતી જ નજર કરીએ તો ઉમેદવારોની પસંદગી કરવી એ શાસકો માટે કસોટી રૂપ ગણાય અને પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય આખરી રહેશે પરંતુ બોર્ડ તો અભિપ્રાય વાંધા જુથબંધી ઉમેદવારની છાપ કાર્યકર્તાઓના વલણ ઇન્ટેલીજન્સ…આવુ બધુ નીચેથી તળીયેથી મંગાવેને રિપોર્ટ તો “તમે લોકો” અંડર લાઇન રીમાર્કસને નિશાનીને કલર સાથે આપો છો બોર્ડ તો બહુ સંવેદનશીલ બાબતે સમય વધુ આપે છે જો કે આ વખતે બોર્ડે બહુ જ ચાયણો ફેરવવો પડશે અને શાસન હોઇ લોકપ્રિયતા હોય દાવેદાર વધે….તેવુ કહેતા નેતાઓએ પણ જાણે જ છે કે બીજા અમુક પક્ષમા પણ અમુક બેઠકમા દસ બાર તેર દાવેદારો છે ત્યા કઇ લોકપ્રિયતા છે?
આ બધી પરિસ્થિતિ વચ્ચે જોઇએ તો કોને ટીકીટ મળશે? તે શાસકપક્ષની ગડમથલ મોટી છે અને હેડેક છે તેમજ જેટલા ફોટા કે વિડીયોમા નેતા ફ્રેશ દેખાય છે તેના બાદમા કપાળમા કરચલીને તંગ ભ્રમર વાળા સીન જોવા જેવા હોય છે તો બીજી તરફ લોકોમા પણ ચર્ચા છે તે પણ ઘણી વ્યાજબી ને કુતુહલ પ્રેરક છે કેમકે જનતા મુંઝાણી છે કે અમુક તો કહે છે કે ટીકીટ મારા ખીસ્સામા છે જામનગરમા પણ બે ત્રણ હર્ષાતુરો આવુ કહેતા હોય તેવી ચર્ચા છે,
બીજી તરફ મુખ્ય વિપક્ષની પ્રથમ યાદીમા જ આફટર શોક્સ આવ્યા છે અને બુમરાળ શરૂ થઇ છે પ્રથમ યાદી માટે જ ચાલીસ આજુબાજુ અટકી જઇ રીએક્શન જોવા મોવડી મંડળ અટક્યુ ને જે બીજી યાદી તૈયાર છે તેનુ શું કરવુ? જાહેર કર દઇએ જોયુ જશે…..વગેરે વિમર્શ વચ્ચે આ મુખ્ય વિપક્ષના લોકો માટે બે ઓપ્શન છે જ માટે એ પણ વિચાર કરીને હાલ મુખ્ય વિપક્ષ પણ ચિંતામા છે કે જીતે એવા ને….જીતે નહી તો ફાઇટ આપે તેવા કોણ?
ત્રીજી તરફ તો નવી પાર્ટીને વકરો એટલો નફો છે કેમકે ગમે તે જીતે ગમે તેને ટીકીટ આપે બધા દાવ જ ખેલવાના છે માટે તેઓ તો અસંતોષ ની પુરી કાગડાઓના મોમાથી પડે તો ઝીલવા તૈયાર છે નહી તો અમસ્તાય ઝંપલાવનાર ઘણા છે ભલે આ પક્ષ જાણીતો નથી પણ “મફત” થી ચર્ચામા તો છે જ આ તો જાણીતા ચહેરા નથી નહીતો બધુ ફ્રી મા આપવાના મુદે પણ બંને મુખ્ય હરીફ ને મુશ્કેલી તો કરે જ..
આમ ત્રણેય પક્ષ માટે રાજકીય વિશ્લેશકોના આવા તારણ છે ઉપરાંત તેઓ જણાવે છે કે આ ને તો મળે જ…..આ નુ પાક્કુ…આને નહી આપે…આની શક્યતા છે હો….આ જીતી જાય ટીકીટ મળે તો…..વગેરે ચર્ચા કરતા લોકો માટે અમુક આચકા રૂપ બાબતો બનશે…..કેમકે અખતરા આફત નોતરે તો ને આંતરીક જુથબંધી…..નડે તો શુ થાય તે બાબત બંને મુખ્ય વિપક્ષની મુંઝવણ હોઇ શાસકોની પાર્લામેન્ટરીને મુખ્ય હરીફની મોવડી મીટીંગ ગરમા ગરમ ચર્ચામા વ્યસ્ત રહે તે સ્વાભાવિક છે.