હાલારમા ભાજપ પ્રમુખો વરાયા બાદ નવી ગડમથલ...કારોબારીમા કોને લેવા.?

યુવા-શિક્ષિત-મહિલા-મહેનતુ તેમજ અનુભવી લોકપ્રિય વગેરે પ્રકારના કર્યકર્તાઓ ઉપર પસંદગી કળશ ઢોળવાની સુચના

હાલારમા ભાજપ પ્રમુખો વરાયા બાદ નવી ગડમથલ...કારોબારીમા કોને લેવા.?
file image

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

હાલારમા જિલ્લાઓ અને મહાનગર ભાજપના પ્રમુખોની વરણી થઇ ચુકી છે..હવે ગડમથલ છે. કારોબારી રચવાની ત્યારે પક્ષ સતામા હોવાથી પદ માટે ઘણાની દાઢ ડળકે તે સ્વાભાવિક છે માટે દાવેદારીથી માંડી લોબીંગ કરાવવા કે દબાણ કરાવવા સુધી અમુક પદઇચ્છુકો મહેનત કરી રહ્યા છે, કેમકે ટુંકા ગાળામા આ પ્રક્રિયા પણ પુરી કરવાની છે, હવે પક્ષની સુચના છે તે જોઇએ તો સુત્રોના જણાવ્યા મુજબ મહાનગર, નગર એટલે કે શહેરી વિસ્તાર સંગઠનમા ભણેલા યુવા શિક્ષિત તેમજ મહિલાઓને સ્થાન આપવાનુ થાય છે,

મોટાભાગે નો રિપીટ રાખવાનુ થાય છે, છતા અપવાદ હોઈ શકે છે. પ્રથમ તો એવી ચર્ચા હતી કે કારોબારી મોટાભાગે એ જ રાખવી તેમજ તાલુકા મંડલોમા પણ વધુ પડતુ યથાવત રાખવુ અને જુજ ફેરફાર કરવા પરંતુ એક તરફ સુત્રો એમ પણ જણાવે છે કે તે ફોર્મ્યુલા વિચારાઇ હતી પરંતુ હવે તેમા થોડો સુધારો થયો છે, બીજી તરફ જીલ્લા સ્તરના સંગઠનમા મહેનતુ અનુભવી સિનિયરો ખેતી વગેરે સાથે સંકળાયેલા તેમજ પ્રજા વચ્ચે જઇ શકે તેવા કાર્યકર્તાઓને પદ આપવા પક્ષની ગાઇડ લાઇન છે માટે તે મુજબ વરણી થશે

-વરણી કરનાર અને વરણી પામનારની નજર સામે છે ચુંટણી

દાવેદારી તો થઇ જાય પરંતુ હમણા કોર્પોરેશન, નગરપાલિકાઓ, જિલ્લાપંચાયત, તાલુકા પંચાયત વગેરે ચુંટણી ગાજે છે, માટે સંગઠનમા ગોઠવાયા તો પછી તે ચુંટણી માટે દાવેદારી ન થાય તેમ કાર્યકર્તાઓ વિચારે તો સામેની બાજુ નેતાઓ પણ આ બાબત ધ્યાને લઇ સામાજીક સમીકરણો તેમજ ઉપયોગિતાની દિશામા વિચાર કરે માટે હાલ તો જોઇએ તો એક તરફ સંગઠન કારોબારી તેમજ આગામી ચુંટણી બંનેમાથી શેમા પસંદગી કરવી કેમા દાવેદારી કે ભલામણ કરાવવી વગેરે બાબતોનો ધમધમાટ  હાલ જામ્યો છે.

-શાસકપક્ષ હોવા છતા મોટાભાગના કાર્યકર્તાઓનો વાગતો નથી ગજ..?

જામનગર શહેર  તેમજ  જિલ્લા તેમજ દ્વારકા જિલ્લામા રહેતા  ભાજપના કાર્યકર્તાઓ આમ તો કહેવાય રાજ્ય અને દેશના સતાધારી પાંખના કાર્યકર્તા છતાય દરેકના ગજ વાગતા નથી કચેરીઓમા કે ખાનગી ક્ષેત્રોમા વજન પડતા નથી, ઉપરથી દરેક કાર્યકર્તાઓને નેતાઓનો સપોર્ટ નથી હોતો…જામનગર મહાપાલિકામા તેમજ અમુક તાલુકા પંચાયતમા ભાજપની સતા છે સહકાર ક્ષેત્રમા ઘણા એકમોમા ભાજપ પ્રેરિત આગેવાનો સતામા છે, પરંતુ આ દરેકમા સિમિતને જ  લાભ મળતા હોય મોટો વર્ગ નારાજ રહે છે તે સ્વાભાવિક હોવાનુ રાજકીય વિશ્લેષકો સાથેની વાતચીતમાંથી તારણ નીકળે છે,

નહી તો નાના મોટા કામ મળે ફાઇલો જલદી ચાલે પોલીસમા ભલામણો ચાલે ઓળખીતા કે ટેકેદારના પ્રશ્નો હલ થાય વગેરે જેવી નાની-મોટી અપેક્ષા કાર્યકર્તાઓની હોય ઉપરથી પોતાના કે ભાગીદારોના ધંધાઓને રક્ષણ મળે તેમ ઇચ્છનાર કાર્યકર્તાઓનો પણ મોટો વર્ગ છે તે તમામને ખાસ લાભ થતા નથી આમ અનેક બાબતો જોતા આગામી સ્થાનીક સ્વરાજ્ય ચુંટણીમા વૈતરૂ જ કરવુ પડશે ને વળશે નહી કઇ તેમ માની મોટી સંખ્યામા કાર્યકર્તાઓ હાલ સંગઠનમા ન પણ ઘુસે બીજી બાજુ પદ મળતુ હોય તો શુ વાંધો થાય એટલુ કામ કરીશુ તેમ વિચારનારાઓ પણ છે,

તો વળી ચુંટણી  લડવાના ઓરતા લઇ ઘુમનારાઓ પણ ખુબ છે, માટે નેતાઓ માટે પંસદગી પ્રક્રિયા જટીલ તો છે જ ત્યારે સંગઠન રચનાઓ બાદ સીધી જ આવનાર ચુંટણી માટે સબળ ઉમેદવાર અત્યારથી જ ધ્યાનમા રાખવાના હોઇ તે રીતે પણ વિચારાઇ રહ્યુ છે. છતાય એકમત એવો છે કે યુવા શિક્ષિત મહિલા મહેનતુને વધુ ચાન્સ સંગઠન કે ચુંટણી બંનેમા રહેશે તેમ મનાય છે, છતાય બંને જિલ્લાઓની કારોબારી જામનગર શહેરની કારોબારી તેમજ તાલુકા મંડલમા પ્રમુખ સહિત સાવ નવી જ સંરચનાની પ્રક્રિયામા પચીસ ટકા યથાવત રહે તેમજ પંચોતેર ટકા ફેરબદલ થાય તેવી શક્યતા છે. આ જ ફોર્મ્યુલા ચુંટણીમા રહેવાનુ પ્રબળ અનુમાન છે.