દીકરી માટે છોકરો જોવા ગયેલ પરિવારને નડ્યો અકસ્માત, એક કારનું ટાયર ફાટતા બીજી કાર સાથે અકસ્માત સર્જાયો 

મહેસાણા જીલ્લામાં બની છે ઘટના 

દીકરી માટે છોકરો જોવા ગયેલ પરિવારને નડ્યો અકસ્માત, એક કારનું ટાયર ફાટતા બીજી કાર સાથે અકસ્માત સર્જાયો 

Mysamachar.in:મહેસાણા 

ગઈકાલે રાજ્યમાં અકસ્માતોની ઘણી ઘટનાઓ સામે આવી.,એવામાં મહેસાણા જિલ્લામાં પણ અકસ્માતની એક ઘટના સામે આવી છે, જેમાં બે લોકોના મોત નિપજ્યા છે.મહેસાણા જિલ્લાના કડી તાલુકા પાસે આવેલ બુડાસણ ગામમાં રહેતા ફતેહખાન બ્લોચ પોતાની દીકરી માટે વિસનગર પાસે આવેલ ભાલક ગામમાં સગપણ જોવા ગયા હતા. જેમાં ફતેહખાનના એક સંબંધી બ્લોચ સાહેલ ખાન પોતાની ગાડી લઈને આવ્યા હતા. ગાડીમાં ફતેહખાન બ્લોચ, તેમની બે પત્ની સાબેરાબાનુ અને મેમુનાબાનુ તેમજ ફરીદાબાનુ કુલ પાંચ લોકો ગાડીમાં સવાર થઈ સગપણ જોવા ગયા હતા.

બુડાસણ ગામમાં રહેતો બ્લોચ પરિવાર પોતાની દીકરી ફરીદાબાનુંનું સગપણ જોવા વિસનગર પાસે આવેલ ભાલક મુકામે ગયા હતા. જ્યાં સગપણ જોઈ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન ખેરપુર પાસે કડી બાજુથી અન્ય એક ગાડી આવી રહી હતી જે ગાડી નું ટાયર ફાટી જતા ગાડી ફંગોળતા બ્લોચ પરિવારની ગાડી પર આવી પડી હતી જેમાં ગંભીર અકસ્માત સર્જાતા સગપણ જોવા ગયેલ દીકરીની માતા મેમુનાબાનું અને ડ્રાઇવર બ્લોચ સાહેલનુ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બાકીના ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે કડીમાં આવેલ ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મામલે ગાડીના ચાલક સામે નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.