ACB ની તપાસ પહેલા ફરતો લાકડીયો તાર કોણ ફેરવે છે?

દર મહિને એક ની એવરેજથી મોટા કેસ ઝડપાઇ શકે પરંતુ.....

ACB ની તપાસ પહેલા ફરતો લાકડીયો તાર કોણ ફેરવે છે?
symbolic image

Mysamachar.in-જામનગર

હાલના સમયમા ભ્રષ્ટાચાર વ્યાપક છે અને લાંચ આપવી અને લેવી એક વ્યવસ્થા થઇ ગઇ છે ત્યારે દેખીતુ છે કે એસીબી જેટલી ટ્રેપ કરે છે તેની સામે અનેક ટ્રેપ ફેલ પણ જતી હશે તેમજ તપાસ દરમ્યાન પણ ઘણી વખત નક્કર કશુ ન મળે તેવુ પણ બનતુ હોય શકે છે, ક્યારેક એવુ બને કે સ્થાનિક કર્મચારી સ્થાનિક પ્રમોશન મેળવનાર અધીકારીના સંપર્કો ખુબ હોય અને આમાથી કોઇ લાંચીયા હોય તો અને ગાજ પડવાની હોય તો અવળી સવળી ગમે ત્યાંથી ગંધ આવી જાય આવા પણ અનેક દાખલાઓ છે,

જેમકે સિટી સર્વેના એક કર્મચારીને ટ્રેપની ગંધ આવી ગઇ હતી અને આબાદ રીતે ટ્રેપ માંથી બચી ગયા જોકે બીજા પ્રકારનો કેસ થયો પણ તે બોદો બની ગયો હોય તેવુ લાગે છે તેના  ઉપરાંત એક પોલીસમેન પણ ટ્રેપથી બચી ગયેલા સબ રજીસ્ટ્રાર ઓફીસમા હિસાબમાંથી કંઇ ગેરરિતિ ન મળી .....આવા બનાવો ઘણા બનતા હશે અને બનતા પણ રહેશે તેમ સુત્રો જણાવે છે.

હવે પ્રશ્ન એ છે કે એસીબી ની ટ્રેપ પહેલા લાકડીયો તાર કોણ ફેરવે છે.? તંત્રમાં કોઇ ફુટેલુ હશે? પંચો નક્કી કરાય તેમાંથી કંઇ લીક થઇ જતુ હશે? કે ખાસ સંબંધો કે વ્યવહારો જાળવ્યા હોય તે કામ કરી જતા હશે?? આવા અનેક પ્રશ્ન આ ક્ષેત્રના ખુબ ચબરાકો છે તેમને સવાલો ઉઠાવ્યા છે અને ઉમેર્યુ છે કે આવુ કંઇ ન થતુ હોય તો દરમહિને સારામા સારા કેસ બુક થઇ શકે તેમ છે પરંતુ તેમ થતુ નથી ત્યારે ચિંતાજનક રીતે આ ચબરાક સમીક્ષકો એવુ જણાવે છે કે સ્થાનિક કક્ષાએથી તૈયારીઓ થાય ત્યારે કોઇવાર એવુ બને કે આ તૈયારીઓ ક્યારેક લીક થઇ જાય તેવુ બને છે

નહીતર તપાસ એજન્સી પુરી તૈયારી કરી ગુપ્તતા પુરેપુરી જાળવે છે કોઇ સ્ટાફ કોઇપણ પ્રકારની લાલચમાં આવતા નથી ક્યારેય કોઇ આંગળી ચીંધી જાય તેવુ કાર્ય કરતા પણ નથી ગમે તેવા સંબંધ હોય તો પણ ટારગેટને હીન્ટ પણ આપતા નથી છતા ઘણી વખત લીક થતી તૈયારીઓ સઘન તપાસનો વિષય છે,

ઘણા બાતમીદારો તો સ્થાનિક કક્ષાએથી લીક થઇ જવાના સંદેહથી ભ્રષ્ટાચારની ઠોસ વિગતો પુરાવા અને ડીલની રકમ સાથેની વિગત છે.....ક ઉપર જણાવે છે, જ્યાથી ઘણી વખત અન્ય જિલ્લાને તપાસ સોંપાય છે અથવા સ્થાનિક સઘન તપાસ સોંપાય છે પરંતુ તેની સામે સ્થાનિક કક્ષાએથી લીક કેમ થાય છે તેની ઠોસ તપાસ કરી ફુલપ્રુફ તૈયારી કરી ફેલ ન જાય તેવી કામગીરીઓ થાય તો બાતમીદારો સ્થાનીક કક્ષાએ અનેક બાતમીઓ આપતા રહે જેથી સ્થાનિક કક્ષાએથી વધુ કેસ થાય તેવુ બની શકે તેમ છે

જોકે ડીપાર્ટમેન્ટની આ અાંતરીક બાબત છે જેમા ઘણા ગહન કારણો અને તારણો સમાયેલા હોય અને ઘણુ એવુ હોય કે જાહેર થતુ ન હોય કે કરી શકાતુ ન હોય તેમજ ઘણી જગ્યાએ પાકી બાતમી છતા અમુક પરિબળો કે કારણો વિધ્ન બનતા હોય છે છતા લોકો ઇચ્છે છે સ્થાનિક કક્ષાએથી તપાસ એજન્સીને વધુ ને વધુ સફળતા મળતી રહે.