5 લાખની 2000ના ચલણની નોટો તળાવમાં કોણ ફેંકી ગયું..?

પોલીસે બેંકમાં ચેક કરાવતા નોટો સાચી નીકળી

5 લાખની 2000ના ચલણની નોટો તળાવમાં કોણ ફેંકી ગયું..?
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-વડોદરા:

આમ તો પૈસા સૌ કોઈને વહાલા જ હોય, અને દરેક વ્યક્તિ પોતાની પાસે રહેલા પૈસાને ખુબ સાચવીને રાખે છે, પણ લાખો રૂપિયાની અસલી ચલણી નોટો કોઈ તળાવમાં ફેંકી દે તો..? ઘડીક વિશ્વાસ ના આવે પણ આ ઘટના સાચી છે અને આ ઘટના વડોદરાથી સામે આવતા ભારે ચર્ચાનો વિષય બની છે, 18મી જૂને કમલાનગર તળાવમાંથી રોકડની નોટો મળી હતી 18મી જૂનના રોજ શહેરના લેપ્રસી મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાયો હતો પણ તે દિવસ પૂર્વે શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવની સફાઈ કરવા માટે કેટલાક શ્રમિકોને કામે લગાડાયા હતા ત્યારે એક શ્રમિકની નજર એક કોથળીમાં તરી રહેલાં રોકડ નોટોના બંડલ પર પડતાં તેણે સાથી શ્રમિકોને કહ્યું હતું ત્યારે ત્યાં હાજર રેલવે કોન્સ્ટેબલને શ્રમિકે જાણ કરી હતી.

રેલવે કોન્સ્ટેબલે તુરંત જ શહેર પોલીસ કંટ્રોલને જાણ કરી હતી અને શહેર પોલીસે બાપોદ પોલીસને આ બાબતે સંદેશો આપ્યો હતો. જેથી બાપોદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને નોટોના બંડલ કબજે કર્યા હતા અને પોલીસ મથકે જમા કરાવ્યા હતા.આ બનાવના બીજા દિવસે વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી પોલીસે વાત દબાવી રાખી હતી. તળાવમાંથી મળેલી નોટોમાં ફૂગ લાગી ગઇ હતી એમ બાપોદ પોલીસે જણાવ્યું હતું. નોટોની હાલત લાગતું હતું કે નોટોનું બંડલ ઘટનાના ચાર દિવસ પૂર્વે ફેંકાઈ હોવાનું અનુમાન છે.પોલીસે તળાવથી દૂર આવેલા અને તે તરફ આવનારા રસ્તાઓના 15 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા પણ નોટો ફેંકનારની કોઇ ભાળ પોલીસને મળી ન હતી. મળી આવેલ  આ નોટોને લઇ જઇ બેંકમાં ખરાઈ કરાઈ હતી. નોટો સાચી હોવાનું બહાર આવતાં નોટોને બાપોદ પોલીસમાં જમા કરાવાઈ હતી.