Mysamachar.in-જામનગર
જિલ્લાના કાલાવડમા મેઇન રોડ જે સ્ટેટ હાઇવે છે તે કેટલો નબળો બન્યો હશે તેની ચાડી ખાતી હાલત જોઇને પીડબલ્યુડી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતતો ખુલ્લી પડી છે ઉપરથી નોટીસના નાટકના ગાણા અધીકારીઓ ગાયને પબ્લીકને ઉઠાભણાવે છે, અને ધુળ ધાણી જેવા રોડ બન્યા ત્યારે કોઇએ તપાસ જ ન કરી અને બધુ ચાલવા દીધુ તેમજ ભાગબટાઇ કરી તેમ આક્રોશ પુર્વક કાલાવડના નાગરીકોની અનેક સ્ફોટક ચર્ચાઓમાંથી જાણવા મળ્યુ છે, એક તરફ ચોમાસામા સારો વરસાદ થાય એટલે લોકો રાજી રાજી થાય કેમકે ખેતીથી માંડી દરેક ક્ષેત્રમા ચમક આવવાની આશા બંધાય અને વરસાદ આશિર્વાદ બને પરંતુ કાલાવડના નગરજનો માટે રોડની સુવિધાની જે દયનીય હાલત છે.
તે જોતા વરસાદ બાદ અભિશાપ જેવી સ્થિતિ એટલા માટે થઇ કે રોડ ધુળ ધાણી જેવો થયો હતો તે છતુ થઇ ગયુ અને આ રોડ પરથી પસાર થવુ એ નર્ક જેવી બદતર હાલત જેવુ થાય છે આ રોડની હાલની હાલત જોઇને કોઇપણ કહી દે કે સ્પેશીફીકેશન મુજબ રોડ બન્યો જ નથી કાલાવડ નગરમા આવવા જવા તેમજ રાજકોટ તરફ જામનગર તરફ તાલુકાના ગામડામા જવા આવવા માટેનો આ સ્ટેટ હાઇવે છે જે વાહનચાલકો માટે અસહ્ય ત્રાસ આપે તેવી હાલતમા છે જેની વારંવાર રજુઆતો થઇ પરંતુ કોણ જાણે કેમ પીડબલ્યુડીને અને કોન્ટ્રાક્ટરોને ઉપરથી બેકીગ હોય તેમ કોઇ શરમ અનુભવતુ જ નથી આ કેવી બલિહારી અને સંવેદનશીલ તેમજ પારદર્શી કહેવાતી સરકાર કાલાવડના નાગરીકોની પીડા ધ્યાને લે તેની જરૂર છે.
સ્થાનિક લોકોમાથી જાણવા મુજબ હાઇવે પરના ખાડાઓમાં માટી નાખી મોરમના પેચવર્કના બિલ ઉઘરાવી કોન્ટ્રાકટર સાથે કથિત મિલીભગત કરી પ્રજાના પૈસાનું આંધણ કરી નાખ્યાનું સ્થાનિક લોકોમાથી જાણવા મળેલછે. સ્થાનિકોને હાલાકી અધિકારીઓ કોન્ટ્રાક્ટરો ને બચાવે તો પ્રજાનું શું જે રોડના ટેક્સ ભારે છે લોકોનું શું વાંક તેને કાયમી સમસ્યા જ સહન કરવાની છે આ રસ્તાની વારંવારની ફરિયાદ છતાં યોગ્ય કામ થતું નથી અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભેગા મળીને ખેલ કરે છે અને પ્રજા ભોગવે છે આ અસંતોષ માઠા પરિણામો લાવશે તેવો કાલાવડની પ્રજાનો મુડ જોવા મળે છે કેમકે રોડ બન્યો ત્યારે તો દરેક મટીરીયલ દરવખતે સંપુર્ણ ટેસ્ટ ન થયા સ્પેશીફીકેશન ચેક કરવા કોઇ ગયુ નહી અને હવે ખાડામા રોડ છે.
તો પણ કોઇ કાંઇ પગલા લેતુ નથી અને પાટનગરના નેતાઓ તો પેરીસ જેવા રસ્તાના વચન આપે છે તેને કારમા બેસાડી આ રોડ ઉપરથી પસાર કરાવો તેમ પણ અમુકએ આક્રોશ પુર્વક જણાવી આ રોડ બનાવનાર અને તેનુ સુપરવીઝન કરી ને કે ન કરીને બીલ મંજુર કરનારાઓ પાસેથી બધુ જ વસુલો તેમ બુમ ઉઠાવી છે
-આ ચોમાસા બાદ 3 વખત અલગ અલગ સમયે પેચવર્ક કરવામાં આવ્યું છતાં સ્થિતિ જૈસે થે…બીજું શું કહે છે મદદનીશ ઈજનેર કાલાવડ પાતર
અમે મોરમ નાખીએ છીએ, આ રોડની બન્ને બાજુ રહેઠાણ વિસ્તાર છે. છેલ્લે આ રસ્તો 2014માં બનાવ્યો હતો, અને તેનો ગેરેંટી પીરીયડ પૂર્ણ થઇ ગયો,હવે આપને કોન્ટ્રાકટર પાસે પેચવર્કનું કામ કરાવીએ છીએ, અને આ રસ્તો સીસીરોડ બનાવવા માટેની અને તે પૂર્વે ડામર રોડ બનાવવા માટેની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાંથી ડામર રોડની દરખાસ્ત મંજુર થઇ છે, અને આ રોડ પર વધુ એક વખત ડામર રોડ ને નામે 11 લાખનો ધુમાડો ટૂંકસમયમાં કરવામાં આવશે, અને અમારા લેવલે કોન્ટ્રાકટરને જરૂરી સૂચનાઓ આપતા હોઈએ છીએ, આમ આવી વાતો કરી અને મદદનીશ ઈજનેર પાતરે સરકારી જવાબો આપ્યા હતા.
-હિન્દી ફીલ્મનો ડાયલોગ અને આ રોડના નબળા કામને કોઇ સંબંધ નથી….
દરમ્યાન અમુક લોકોએ એવુ જણાવ્યુ છે કે એક હિન્દી ફિલ્મમા અક્ષયકુમાર કોન્ટ્રાક્ટર છે અને રોડનુ કામ મળ્યુ હોય છે તેવામા કોઇ કડક અને નિષ્ઠાવાન અધીકારી લગત વિભાગમા આવ્યા અને ક્વોલીટીનો આગ્રહ રાખ્યો ત્યારે આ અભિનેતાએ એક લાખના રોડના કામમાંથી ૬૫ હજાર તો ટેન્ડર મંજુરીથી માંડી છેક પેમેન્ટ ચેક મેળવવા સુધીમા ખર્ચાય છે તેનો હિસાબ આપી પુછ્યુ કે બાકી રહ્યા ૩૫ હજાર તેમાંથી શુ સારો રોડ બને ખાક?? આ સાંભળી લગત મહિલા અધીકારી ચકીત થઇ ગયેલા તેઓ મનમા વિચારતા હશે કે તો તો રોડ ધુળ ધાણી જેવો જ થાય ને?? જો કે આ ફિલ્મી સંવાદ અને કટાક્ષને કાલાવડના આ રોડના કામ સાથે જોડી બંધ બેસતી પાઘડી ન પહેરાવાય કે ન તો પહેરાય…