કલ્યાણપુર બોકસાઇટની ખનિજ ચોરીમાં જાણો કોણ ઉઘરાવે છે હપ્તા?

જબરું કૌભાંડ

કલ્યાણપુર બોકસાઇટની ખનિજ ચોરીમાં જાણો કોણ ઉઘરાવે છે હપ્તા?

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

બોકસાઈટની ખનીજ ચોરી મામલે ખાણ-ખનીજ વિભાગ એકલું પડી જતું હોય તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસની ભૂંડી ભૂમિકા સાથે ખુલ્લેઆમ કથિત હપ્તાખોરીના ખેલના કારણે આવું થતું હોવાનું લોકમુખે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે,

એક બાજુ સરકાર પારદર્શક વહીવટની વાતો કરીને સરકારી વિભાગોની છબી સુધારવાનો પ્રયાસ કરી રહી છે,પરંતુ ક્યાંકને ક્યાંક સરકારી તંત્ર કોઈને ગાઠતુ ન હોય તેમ બેફામ ભ્રષ્ટાચારે માજા મુકી રહ્યો છે.તેવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોકસાઇટ ચોરી પ્રકરણમાં પોલીસની શંકાસ્પદ ભૂમિકા સમગ્ર હાલારમાં ચર્ચાનો વિષય બની છે,અને બોકસાઈટમાં લાખો રૂપિયાની હપ્તાખોરીના એક પોલીસમેનના ખેલના કારણે હાલ તો પોલીસ વિભાગ બદનામ થઈ રહ્યું હોવાનું જાણકારો સૂત્રો માની રહ્યા છે,

મેષ રાશિ ધરાવતો એક પોલીસ કર્મચારી આ ખેલને અંજામ આપતો હોવાનું છડેચોક ચર્ચાઇ રહ્યું છે,વધુમાં આ પોલીસ કર્મચારી બોકસાઈટના ખનીજ માફિયા તત્વો પાસેથી હપ્તા ઉઘરાવ્યા બાદ ભાગ બટાઈ પણ જ્યાં કરવાની હોય ત્યાં કરી લે છે,ત્યારે શું ઉચ્ચ અધિકારીઓ પણ મૌન ધારણ કરી રહ્યા છે કે કેમ તે સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે,

આમ,દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એક અંદાજ મુજબ ૮ આંકડામાં તગડો માસિક હપ્તો હોવાના કારણે સરકારી આવક ઉપરાંત કટકીની આવક વધી જતા હાલ તો આ વિભાગના સામાન્ય કર્મચારીથી માંડી અધિકારી સુધીનાઓ ને  જલસા પડી ગયા હોવાની ચર્ચાઓ વચ્ચે સરકારને કરોડો નું નુકશાન થઇ રહ્યું છે.