દુષ્કર્મની એ  નિંદનીય ઘટના ઉપર પરદો કોણે પાડ્યો ??

કુરંગાની ઘડી કંપની ફરી ચર્ચામાં

દુષ્કર્મની એ  નિંદનીય ઘટના ઉપર પરદો કોણે પાડ્યો ??
symbolic image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દ્વારકા જિલ્લામાં આવેલી કુરંગાની  ઘડી કંપની ફરીથી ચર્ચામાં આવી છે, કેમકે બે  વર્ષ પહેલા માસુમ બાળા સાથેના દુષ્કર્મની નિંદનીય ઘટના ઉપર પરદો કોણે પાડ્યો એ સવાલ તાજેતરમાં ફરી ઉઠી રહ્યા છે, છેલ્લા કેટલાક સમયથી અમુક બાબતો માટે પંકાયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઘડી કંપનીની લેબર કોલોનીમાં ઘટેલી એ દુષ્કર્મની નિંદનીય  ઘટના પર જાણે પરદો પાડી દેવાયો છે કેમ કે બેટી બચાવોના બણગા વચ્ચે એક માસુમને હજુ ન્યાય મળ્યો ન હોવાથી ઠેર-ઠેર એ જ ચર્ચા છે કે આ કેસમાં પોલીસે પુરતી રૂચી ન દાખવી કે પછી વધુ પડતી રૂચી ન દાખવાનું દબાણ હતું?

આર.એસ.પી.એલ. (ઘડી ડીટરજન્ટ) કંપની જે કુરંગા પાસે કાર્યરત છે તેની લેબર કોલોનીમાં પોણા બે વર્ષ પહેલા એક માસુમ બાળા સાથે દુષ્કર્મ થયુ અને બાળાને જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ લાવવામાં આવી હતી ત્યારબાદ દુષ્કર્મ વગેરેની કલમો સાથે ગુનો નોંધાયો હતો અને પોલીસ તપાસનો ધમધમાટ પણ ચાલ્યો હતો, અને 2 એસપી અને 7 અન્ય ટીમો પણ આ તપાસમાં જોતરાઈ હતી, બાદમાં આ સમગ્ર પ્રકરણ ઉપર નાટકીય પરદો પડી ગયો અને આ પરદો એવો પડયો કે કોઇ ખુણેથી આ  ઘટના અંગે ન્યાય માટે કોઇ અવાજ ઉઠતો જ નથી તે કેટલી શરમજનક બાબત કહેવાય નહી તો જે તે વખતે 1800 જેટલી વ્યકિતઓના નિવેદન પણ લેવાયા હતા છતાય કોઇ તારણ ન નીકળ્યુ કે પોલીસને કોઇ કડી ન મળી તે આશ્ર્ચર્યની વાત છે.

ઉપરાંત જાણકારોમાં થઇ રહેલી ચર્ચાઓ, મુજબ આ ઘટના બની હતી ત્યારથી જ જાણે સમગ્ર ‘નાટક’ તપાસ માટે યોજી પરદો પાડી દેવાનું અને ઘટનાને દબાવવાનું એક અધિકારીએ મન બનાવી લીધુ હતું ત્યારે પ્રશ્ર્ન એ થાય કે એ અધિકારી કોણ? તેનું શું હિત તેમાં હશે? કે પછી જેમ બને છે તેમ કંપનીરાજનું દબાણ જોર કરી ગયુ કે શું? કેમ કે આ હિચકારી ઘટનાની ફરિયાદ નોંધવાના થયેલા ગલ્લા તલ્લા પણ હજુ જાણકારોને ભુલાયા નથી.અને સુત્રોના હવાલેથી મળી રહેલી માહિતી મુજબ આ બાળા અને તેના પરિવારનો પણ હાલ કોઈ અતોપતો નથી એટલે કે તેના વતનમા ચાલ્યા ગયા કે મોકલી દેવાયા તે બાબત પણ ફરી એક વખત ચર્ચાના એરણે ચઢી છે. જાણકારોમાં એવી પણ ચર્ચા છે કેએક માસુમ બાળા સાથેના દુષ્કર્મને દબાવી દેવાતુ હોય તો બીજા ગુનાઓ અંગે શું ધુળ ગંભીરતા લેવાય? તેવો પ્રશ્ર્ન સહેજે જાણકારોમાં થાય છે કેમ કે દુષ્કર્મ અને તે પણ સહેજે જાણકારોમાં થાય છે કેમ કે દુષ્કર્મ અને તે પણ એક શ્રમિક પરિવારની માસુમ બાળા સાથે ,તે ઘટનાને સહજતાથી કેમ લેવાય?