સસ્તા અનાજના દુકાનદારો સામે પગલા લેવાને બદલે દુકાનદારોને રેકર્ડ સાથે પુરવઠા ઓફીસે બોલાવી લેવામાં કોને ફાયદો થાય.?

કોને ખબર શા માટે તંત્રને રેશનકાર્ડ ધારકોનુ હિત નથી જોવુ અને

સસ્તા અનાજના દુકાનદારો સામે પગલા લેવાને બદલે દુકાનદારોને રેકર્ડ સાથે પુરવઠા ઓફીસે બોલાવી લેવામાં કોને ફાયદો થાય.?
file image

Mysamachar.in-જામનગર

સમગ્ર જામનગર શહેરમાં સસ્તા અનાજની દુકાનોમા બધુ જ ધોરણસર ચાલે તે જોવાની જવાબદારી જિલ્લા પુરવઠા કચેરીની છે, પરંતુ ખુબજ અનિયમિતતા હોવાનુ ધ્યાને આવતા અને પુરવઠા તંત્રને આ બાબતે કઇ જ ગંભીરતા ન હોવાથી  mysamachar.in દ્વારા ભોગ બનેલા રેશનકાર્ડના હિતમા ખાસ ઝુંબેશ શરૂ કરવામા આવી છે, જેને કારણે લોકો ફરિયાદ કરવા આગળ આવી રહ્યા છે. એવામાં એક આરટીઆઇ અંતર્ગત એવો જવાબ અરજદારને અપાયો છે કે રેશનીંગ વોર્ડોના ઇન્સ્પેક્શનનુ રેકર્ડ ડીએસઓ કચેરી પાસે નથી, આ જવાબ ઉપરથી શંકા એ જાય કે ઇન્સ્પેક્શન કર્યુ હોય તો રેકર્ડ હોય ને??

વળી ઇન્સ્પેક્શન ન કરવાના પણ કારણો છે જે અંગે ખુલ્લેઆમ આક્ષેપો થયા છે અને થઇ રહ્યા છે પરંતુ કોને ખબર શા માટે તંત્રને રેશનકાર્ડ ધારકોનુ હિત નથી જોવુ અને વહીવટ (વ્યાપક અર્થ લેવો) એવો કરવો છે કે દુકાનદારનુ હિત જળવાય છે, માટે તો લોકોને પુરતા માલ નથી મલતા સસ્તા અનાજનો માલ પગ કરી જાય છે, ગ્રાહકો ધક્કા ખાવા મજબુર બન્યા છે, અને કોઇ સાંભળતુ પણ નથી છતાય પુરવઠા નિરીક્ષકો પ્રમાણીકતાથી ચેકીંગ કરવા જતા નથી માટે જ ઇન્સ્પેક્શનનો રેકર્ડ નથી હા બહુ ઇચ્છા થાય તો દુકાનદારને કચેરીએ રેકર્ડ સાથે બોલાવી લે છે...તેવું સુમાહિતગાર સુત્રો જણાવે છે,!! જે બાબત ભારે ટીકા થઇ રહી છે કે ગરીબોના હિતમાં કઈક તો કરો.