પૈસાની લેતીદેતીમાં દિયરે ભાભી પર દુષ્કર્મ આચર્યું અને ફોટાઓ પાડી....

પોલીસે કલાકોમાં જ આરોપીની કરી ધરપકડ

પૈસાની લેતીદેતીમાં દિયરે ભાભી પર દુષ્કર્મ આચર્યું અને ફોટાઓ પાડી....
symbolic image

Mysamachar.in-દાહોદ

કૌટુબીક સબંધોને શર્મશાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જે કિસ્સાએ દિયર અને ભાભી વચ્ચેના પવિત્ર સબંધોને શર્મશાર કર્યા છે, દાહોદમાં દિયરે ભાભી સાથે દુષ્કર્મ આચરીને સંબંધોને શર્મસાર કર્યા હતા. માત્ર ઉછીના લીધેલા રૂપિયા ખાતર દિયરે ભાભી સાથે ઝઘડો કર્યો હતો, અને ઝઘડાએ વિકરાળરૂપ ધારણ કરી દેતા દિયરે માત્ર બદલો લેવા માટે ભાભી સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મની ઘટના બાદ દિયરે ભાભીના અશ્લિલ ફોટા પણ પાડી લીધા અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા, તેવો આરોપ ભાભીએ લગાવ્યો છે. આ ઘટનામાં પોલીસ ફરિયાદ થતાં પોલીસે સગીર આરોપીની ધરપકડ કરી છે. પોલીસ ચોપડે નોંધાયેલ વિગતો મુજબ દાહોદમાં ફતેપુરાના વલૂંડામા સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ફતેપુરાના વલૂંડા ખાતે કૌટુંબિક દિયરે 23 વર્ષીય ભાભી પર બળાત્કાર ગુજારીને તેના ફોટાઓ પાડી લીધાની ઘટના સામે આવી છે, આ ઘટનામાં પરણીતાએ ઉછીના લીધેલા રૂપિયા ન આપતા દિયરે તેનો બદલો લેવા માટે ભાભી સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડો કર્યા બાદ દિયરે એટલેથી શાંત થયો નહોતો, તેને ભાભી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.આટલે થી જ ન અટકતા  દિયરે ભાભી પર બળાત્કાર ગુજારી ભાભીના નગ્ન ફોટા મોબાઈલમાં પાડી લીધા હતા. ભાભીએ પૈસા ન આપતા દિયરે ભાભીના નગ્ન ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ત્યારબાદ ભોગ બનનાર ભાભીએ દિયર પર મોટા આરોપ મૂકતા ફતેપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફતેપુરા પોલીસે પરિણીતાની ફરિયાદના આધારે સગીર દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરી જરૂરી તપાસ આરંભી છે.