વાહનવ્યવહાર વિભાગના ક્યાં આદેશ થી લોકોને શું મળશે સુવિધા...

અરજદારો માત્ર લાયસન્સ રીન્યુ કરાવી શકશે જયારે તેમના સુધારાવધારા થઇ શકશે નહિ.

વાહનવ્યવહાર વિભાગના ક્યાં આદેશ થી લોકોને  શું મળશે સુવિધા...

રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા આજે એક મહત્વપૂર્ણ કહી શકાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે..જેની અમલવારી આવતીકાલ થી જ શરૂ થઇ જતા સામાન્ય નાગરિકોને નાણા ની સાથે સમય અને શક્તિ નો પણ બચાવ થશે....અત્યારસુધી રાજ્યમાં જે તે જિલ્લામાં થી જે અરજદારે ડ્રાઈવિંગ લાયસન્સ મેળવ્યું હોય તે જયારે પૂર્ણ થાય ત્યારે તેને તેજ કચેરીમાં જઈને લાયસન્સ રીન્યુ કરાવવાની ફરજ પડતી હતી..અમુક કિસ્સાઓમાં એવું પણ બનતું કે અરજદાર નોકરી,લગ્ન,ધંધા રોજગાર,અર્થે પોતાના મૂળકાર્ય ક્ષેત્રની બહાર જતા હોય ત્યારે તેને લાયસન્સ રીન્યુ કરાવવા મૂળકચેરી સુધી જવાની ફરજ પડતી હતી..રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા આ અંગે જરૂરી સુધારાઓ કરી અને અરજદાર રાજ્યની કોઈપણ આરટીઓ કચેરીમાં જ પોતાનું લાયસન્સ રીન્યુ કરાવી શકે તેવી વ્યવસ્થા રાજ્યભરમાં આવતીકાલ થી અમલી બનશે તેવી જાહેરાત કરી છે..

અરજદારો માત્ર લાયસન્સ રીન્યુ કરાવી શકશે જયારે તેમના સુધારાવધારા થઇ શકશે નહિ..ઉપરાંત અરજદારો એ કઈ કચેરીમા લાયસન્સ રીન્યુ કરાવવું છે તેની ઓનલાઈન એપોઈન્ટમેન્ટ પોતે જાતે જ મેળવવાની રહેશે..આમ આજે રાજ્યના વાહનવ્યવહાર વિભાગ દ્વારા લેવામાં આવેલ  આ નિર્ણય કેટલો કારગત નીવડશે તે  તેની અમલવારી  શરૂ  થયા બાદ જ ખ્યાલ આવશે..