Mysamachar.in-ગુજરાત
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજથી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી વચ્ચે આજે જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા સહીત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, એવામાં સાની ડેમ છલકી ઉઠ્યો છે, તો બેટ દ્વારકામાં આકાશી વીજળી પડતા ૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે તેવોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે,જો જામનગરની વાત કરવામાં આવે તો..જામનગરમાં સવારે ૬ થી બપોરે ૨ વાગ્યા સુધીમાં ૩ ઈંચ, જામજોધપુર અને જામનગર શહેરમાં અડધો અડધો ઈંચ, જોડીયામાં ૧ ઈંચ, ધ્રોલમાં બે કલાકમાં બે ઈંચ, લાલપુરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજકોટ, ગોંડલ, ગીરસોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો છે, રાજકોટમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જતા તંત્રની પોલ ખુલી જવા પામી છે, તો પ્રવાશન સ્થળ દીવમાં પણ વરસાદ વરસ્યો હતો, તો સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુંકાના ટીડાણા ગામે વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું છે.