જયારે થઇ બે બસોની ટક્કર, કલાકો સુધી રહ્યો ટ્રાફિક જામ

જો કે સદનસીબે.....

જયારે થઇ બે બસોની ટક્કર, કલાકો સુધી રહ્યો ટ્રાફિક જામ

Mysamachar.in-અમરેલી:

હમણાં હમણાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે, એવામાં અમરેલી જીલ્લામાં પણ અકસ્માતની એક ઘટના સામે આવી છે, જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, અમરેલીના રાજુલાના કુંભારીયા ગામ નજીક મયુર અને મુરલીધર ટ્રાવેલ્સ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિક ડુંગર પોલીસ ઘટના સ્થળે પહોચી હતી તો સ્થાનિક લોકો મદદ માટે દોડી ગયા હતા અને બંને બસની આગળની સાઈડ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે...

મુરલીધર ટ્રાવેલ્સ બસ સુરતથી પેસેન્જર ભરીને રાજુલા તરફ આવતી હતી અને મયુર ટ્રાવેલ્સ ચાલક સુરત તરફ ખાલી બસ જઈ રહી હતી આ વચ્ચે અકસ્માત સર્જતાં બંને ચાલકને ઇજા થઇ અને અન્ય 2 લોકોને સામાન્ય ઇજા થતાં સારવાર અર્થે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બંને બસ રોડ વચ્ચે અકસ્માત થતા થોડીવાર માટે ટ્રાફિક જામ થયો હતો જો કે બાદમાં ક્રેઇનની મદદ વડે બન્ને બસોને હટાવવામાં આવી હતી.