જયારે પત્નીને ખબર પડી કે પતિની પ્રેમિકા તેના સગા ફોઈની દીકરી છે..

પતિ-પત્ની ઓર વોનો કિસ્સો..

જયારે પત્નીને ખબર પડી કે પતિની પ્રેમિકા તેના સગા ફોઈની દીકરી છે..
symbolic image

Mysamachar.in-આણંદ

આજના સમયમાં લગ્નેતર સબંધોનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે, અને કેટલાક કિસ્સાઓમાં તેના કરુણ અંજામ પણ સામે આવે છે, વાત રાજ્યના આણંદ શહેરની છે જ્યાં  પતિ-પત્ની ઓર વોનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિને મળવા આવનાર પ્રેમિકા અન્ય કોઈ નહીં પણ સગા ફોઈની વિધવા દિકરી નીકળતા પત્ની ખુદ અચંબામાં પડી ગઈ છે, પત્ની જ્યારે નોકરીએ જતી ત્યારે પ્રેમિકા રોજ તેના ઘરે આવી જતી હતી. આ વાતની જાણ પાડોશીઓએ પત્નીને કરી ત્યારે પતિને રંગે હાથ ઝડપવા માટે તે ઘરે રહી હતી. આ દરમિયાન તેના ઘરે સગા ફોઈની દિકરી તેના ઘરે આવી હતી જે વિધવા હતી. જેથી તેના પર શંકા ગઈ ન હતી. પરંતુ જ્યારે પત્નીએ પોતાના પતિનો મોબાઈલ તપાસ્યો ત્યારે તેમાં ફોટો જોઈને પત્નીને આઘાત લાગ્યો હતો. કારણકે આ પ્રેમિકા બીજુ કોઈ નહીં પણ સગા ફોઈની વિધવા દિકરી હતી.

આ ઘટનાને લઈને પત્નીએ મહિલા હેલ્પલાઈનની મદદ લઇ તમામનું કાઉન્સેલિંગ કર્યું હતું. પરંતુ બંને એકબીજાને છોડવા તૈયાર ન હતા જો કે અનેક સમજાવટ અને કાયદાકીય જાણકારી આપતા સુખદ સમાધાન થયું હતું. મહિલા હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી હતી. મહિલાએ જણાવ્યું હતું કે 7 વર્ષ પહેલાં તેઓના પ્રેમલગ્ન થયા છે અને એક બાળક છે. પતિ-પત્ની સાસુ-સસરાથી અલગ રહી અને નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. બંનેની નોકરીનો સમય અલગ અલગ હતો.

મહિલાએ બંનેને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો જો કે બંને માનવા તૈયાર ન હતા. છેવટે મહિલા હેલ્પલાઇન 181ની તેઓએ મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમે બંને સમજાવી અને અલગ થવા કહ્યું હતું છતાં તેઓએ તૈયાર ન હતા જેથી તેઓને કાયદાકીય સમજ આપતાં તેઓએ એકબીજા સાથે સંબંધ ન રાખવા તૈયાર થઇ ગયા હતા અને સુખદ સમાધાન થયું હતું.