કલ્યાણપુર નજીક મોટરકારનું ટાયર ફાટતા કારે પલ્ટી મારી ખેતરમાં જઇ પડી

1 નું મોત, અન્ય 2 ઈજાગ્રસ્ત થયા 

કલ્યાણપુર નજીક મોટરકારનું ટાયર ફાટતા કારે પલ્ટી મારી ખેતરમાં જઇ પડી

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

કલ્યાણપુરથી આશરે 35 કિલોમીટર દૂર પોરબંદર- દ્વારકા હાઈ-વે રોડ ઉપર ગઈકાલે સાંજે હ્યુન્ડાઈ કંપનીની ગેટ્સ મોટરકાર નંબર જી.જે. 10 એ.પી. 0166 લઇને જઇ રહેલા જામનગર ખાતે રહેતા જયેશભાઈ વિઠ્ઠલભાઈ સંઘાણી નામના ચાલકની ઉપરોક્ત મોટરકારનું ટાયર ફાટતા ચાલકે કારના સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતો દીધો હતો. જેના કારણે ઉપરોક્ત મોટરકાર ફંગોળાઇ જતાં તેમાં બેઠેલા નારણભાઈ નામના એક વૃદ્ધને ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.આ ઉપરાંત કારમાં જઈ રહેલા કલ્પેશભાઈ અને સતિષભાઈ નામના બે યુવાનોને પણ નાની મોટી ઈજાઓ થતા સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે મૃતકના ભત્રીજા ઉપેન્દ્રભાઈ વલ્લભભાઈ પાનસુરીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે હ્યુન્ડાઈ કારના ચાલક જયેશભાઈ સંઘાણી સામે અલગ અલગ કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.