પ્રધાનમંત્રી ભાવનગર પહોચ્યા, તેવોએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ શરુ કર્યું

પ્રધાનમંત્રી ભાવનગર પહોચ્યા, તેવોએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ શરુ કર્યું

Mysamachar.in-ભાવનગર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચી ચૂક્યા છે. પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા છે. પ્રધાનમંત્રી ભાવનગર એરપોર્ટ પહોચ્યા હતા. ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ શરૂ કર્યું, તેના બાદમાં અમદાવાદમાં સમીક્ષા બેઠક કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુખ્યંમત્રી વિજય રૂપાણી પણ આ હવાઈ નિરીક્ષણમાં જોડાયા છે. બંને હાલ વાયુસેનાના હેલિકોપ્ટરથી સૌરાષ્ટ્રના વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ નિરીક્ષણ કરવાના છે. તેઓ સૌથી વધુ અસરગ્રસ્ત ત્રણ જિલ્લા ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથનું નિરીક્ષણ કરવાના છે. સાથે જ તેઓ કેન્દ્રશાસિત પ્રદેશ દિવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. બાદમાં તેઓ અધિકારીઓ સાથે બેઠક યોજી નુકશાની સહિતની સમીક્ષાઓ કરશે.